north korea/ કિમ જોંગ ઉને શોધી કાઢ્યો નવો ઉત્તરાધિકારી?! સામ્રાજ્યની સતાવે છે સતત ચિંતા

તાનાશાહ કિમ જોંગ ઉન છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે તેવા અહેવાલો પ્રગટ થયા છે. દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થાએ એવી માહિતી…….

Top Stories World

North Korea News: તાનાશાહ કિમ જોંગ ઉન છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે તેવા અહેવાલો પ્રગટ થયા છે. દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થાએ એવી માહિતી આપી છે કે કિમ જોંગ ઉન બીમારીમાંથી બહાર આવવા વિદેશથી નવી દવાઓ આયાત કરવાનું વિચારી રહ્યાં છે. તેમણે પોતાનો નવો ઉત્તરાધિકારી પણ શોધી કાઢ્યો છે, જે તેમના પછી નોર્થ કોરિયા પર શાસન કરશે. જોકે, સત્તાવાર આની જાહેરાત થઈ નથી. કિમ જોંગ ઉનને પોતાના વારસદાર, સામ્રાજ્યની સતત ચિંતા રહે છે તેમ જાણવા મળ્યું છે.

North Korea: Kim's Daughter Likely His Successor, South Korea's Spy Agency  Says - Bloomberg

ઉત્તર કોરિયાના તાનાશાહ 40 વર્ષીય કિમ જોંગ ઉનને વધુ પડતી દારૂ પીવાની અને ધૂમ્રપાનની ટેવ છે. દિવસની 30 સિગારેટ પીવાની ટેવ છે તેવું પણ જાણવા મળ્યું છે. માહિતી મુજબ, તેમના પરિવારમાં હૃદયરોગની સમસ્યાનો પણ ઇતિહાસ છે. વિદેશી મીડિયા રિપોર્ટર્સ મુજબ, 2021માં કિમ જોંગ ઉનનું વજન ઘણું ઓછું થઈ ગયું હતું. તેની પાછળનું કારણ કડકપણ ડાયટ ફોલો કરવાનું હતું. ત્યારે ચર્ચાઈ રહ્યું હતું કે, કિમ કોઈ ગંભીર બીમારીથી પીડાય છે.  પરંતુ કિમની નવી તસવીરોમાં એ સ્પષ્ટ દેખાયું છે કે તેમનું વજન ઘણું વધી ગયું છે. તેઓ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.  એક મીડિયા રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કિમ જોંગ ઉનની પુત્રીને તેમના ઉત્તરાધિકારી તરીકેની તમામ તાલીમ પણ આપવામાં આવી રહી છે.

North Korean Leader's Daughter Being Trained as Successor

કિમ તેની સૌથી નાની પુત્રીને અનુગામી તરીકે તાલીમ આપી રહ્યાં છે. પુત્રીનું નામ કિમ જુ એ છે. તેની ઉંમર માત્ર 12 વર્ષની હોવાનું કહેવાય છે. હાલમાં તેને લઈને ઘણી ગુપ્તતા જાળવવામાં આવી રહી છે. કિમ જૂ એ પહેલીવાર 2013 માં દેખાઈ હતી. તે પિતા સાથે ઘણી ઈવેન્ટમાં હાજરી આપી છે. કિમ જુ-એને આગામી ઉત્તરાધિકારી તરીકે ઉત્તર કોરિયાના લોકો કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે.

કિમ જુ-એ હંમેશા તેના પિતા સાથે હથિયારોની તાલીમ, સરકારી કાર્યો અને રમતગમતના કાર્યક્રમોમાં પણ જોવા મળી છે. દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થાનું કહેવું છે કે તેની ઉંમર અંદાજે 11 વર્ષનીછે. તે કિમ અને તેની પત્ની રી સોલ જૂના ત્રણ બાળકોમાંથી બીજા નંબરની સંતાન હોવાનું માનવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘ચીન સાથે અમારા સંબંધો બહુ સારા નથી’, વિદેશ મંત્રી એસ જયશંકરે કેમ કહ્યું આવું?

આ પણ વાંચો: એલોન મસ્ક પર ડોક્ટર કમલા હેરિસના વીડિયો પર ‘જૂઠાણું’ ફેલાવવાનો આરોપ છે

આ પણ વાંચો: પાકિસ્તાનમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 36ના મોત અને 162 લોકો ઘાયલ, સુરક્ષાદળો તૈનાત