Gujarat Weather/ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ગુજરાતમાં ઠંડીનો પ્રારંભ થઈ શકે છે

Top Stories Gujarat Breaking News
Image 2024 11 18T081625.322 ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના

Gujarat Weather News: હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી (Cold) પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો (Double Season) અનુભવ થઈ શકે છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, ડાંગ, મોરબી, નર્મદા અને અન્ય જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે.

Gujarat weather: શીતલહેરથી ગુજરાત થથર્યું, નલિયામાં પારો ગગડીને 2.4 ડિગ્રી  તો ડીસા અને પાટણમાં 8.1 ડિગ્રી - Gujarati News | Gujarat weather: Gujarat  cold weather, mercury dropped to ...

તેમજ બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે. અમરેલી, ભરૂચ, બોટાદ, જૂનાગઢ, કચ્છ, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે.

ઠંડીને લઈને હવામાન વિભાગ એલર્ટ

Naliya Weather : Latest news and update on Naliya Weather

હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ગુજરાતમાં ઠંડીનો પ્રારંભ થઈ શકે છે. આ સાથે 23 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યમાં સવારનું તાપમાન 15 ડિગ્રી રહી શકે છે.

Gujrat Weather Update: ગુજરાતમાં હજુ ઠંડીનું જોર વધશે, ઉત્તર ભારતના  રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ - Gujarat Weather forecast Cold Wave Continue  For More Days

આ ઉપરાંત 22, 23 અને 24 નવેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની પણ શક્યતા છે. તેમજ બંગાળની ખાડીમાં 22, 23 અને 24 તારીખે આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ચક્રવાતની શક્યતા છે. 29 નવેમ્બરથી લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી વચ્ચે રહી શકે છે. 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગુજરાતમાં ઠંડીની સાથે 20થી 25 નવે.ની વચ્ચે વાવાઝોડું ત્રાટકી શકે, અંબાલાલની આગાહી

આ પણ વાંચોઃગુજરાતમાં ઠંડીનો હવે નીચો જતો પારો, લઘુત્તમ તાપમાનમાં ઉત્તરોતર ઘટાડો

આ પણ વાંચોઃગુજરાતમાં વરસાદ બાદ પડશે કડકડતી ઠંડી! આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે?