Ahmedabad News/ ઓટો રિક્ષા છોડાવવા 3 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો

લૂંટના ગુનામાં ઉપયોગમાં લીધી હોવાની શંકાને આધારે રિક્ષા કબજે કરી હતી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના બાપુનગરમાં એક વ્યક્તિની રિતક્ષા છોડાવવા માટે રૂ.3,000 ની લાંચ લેતા બાપુનગર પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ જે.પલાણીયા ACBની જાળમાં ફસાઈ ગયો હતો.

આ બનાવની વિગત મુજબ ફરીયાદીની ઓટો રીક્ષા બાપુનગર ખાતેના લુંટના બનાવમાં વપરાઈ હોવાની શંકાને પગલે આરોપી પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ પલાણીયાએ ઓટોરીક્ષા પકડી હતી જે ઓટો રીક્ષા છોડાડવા આ કામના ફરીયાદી બાપુનગર પોસ્ટે ગયેલ અને આરોપી સહદેવસિંહને મળ્યા હતા. જ્યાં સહદેવસિંહે ફરીયાદી પાસે રીક્ષા છોડવા રૂ.3,000ની લાંચની માંગણી કરી હતી.

પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે બાપુનગર ચાર રસ્તા સંસ્કાર આઈસક્રીમની દુકાન નજીક જાળ બિછાવી હતી. જેમાં ફરિયાદી પાસેથી રૂ.3,000 ની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ

આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત

આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત