રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 40 દિવસથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ અત્યાર સુધી રાજધાની કિવ પર રશિયન ધ્વજ ફરકાવવામાં નિષ્ફળ નીવડી છે.આ પરિસ્થિતિ જોતા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હવે પોતાની રણનીતિ બદલી છે. તેમણે યુક્રેન યુદ્ધની કમાન રશિયાના મિલિટરી ડિસ્ટ્રિક્ટના કમાન્ડર જનરલ એલેક્ઝાન્ડર ડ્વોર્નિકોવને સોંપી છે
હવે યુક્રેનમાં રશિયાના લશ્કરી અભિયાનની કમાન એલેકઝાન્ડર ડ્વોર્નિકોવ કમાન્ડર સંભાળશે. સીએનએનએ અમેરિકી અધિકારીઓ અને સૈન્ય વિશેષજ્ઞોના હવાલાથી કહ્યું કે, એવી અટકળો પણ છે કે 9 મેના વિજય દિવસ પહેલા રશિયન જનરલ પુતિનને યુદ્ધમાં કંઈક મોટું કરવા માંગે છે.
રશિયામાં વિજય દિવસ 9 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સોવિયેત સંઘે બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર વિજય મેળવ્યો હતો. યુરોપિયન અધિકારીઓએ વિજય દિવસને “સ્વ-લાદવામાં આવેલી સમયમર્યાદા” તરીકે વર્ણવ્યું હતું અને કહ્યું હતું કે રશિયા વધુ ભૂલો કરી શકે છે અથવા રશિયન દળો વધુ બર્બરતા કરી શકે છે.
યુકે મિલિટરી ઈન્ટેલિજન્સ તરફથી શનિવારના અપડેટ અનુસાર, ઉત્તરી યુક્રેનમાંથી રશિયાનું વિદાય દર્શાવે છે કે નાગરિકોને નિર્દયતાથી નિશાન બનાવવામાં આવ્યા છે. યુકે ડિફેન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર ઉત્તરી યુક્રેનમાંથી રશિયન દળો રવાના થઈ ગયા છે. દરમિયાન, યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે શનિવારે 13 રશિયન હવાઈ લક્ષ્યોને નષ્ટ કરવામાં આવ્યા હતા.
કિવ ઈન્ડિપેન્ડન્ટે એક ટ્વિટમાં કહ્યું કે યુક્રેનિયન વાયુસેનાએ 13 રશિયન હવાઈ લક્ષ્યોને નષ્ટ કરી દીધા છે. રશિયાએ 9 એપ્રિલે 5 યુએવી, 4 મિસાઈલ, 3 એરોપ્લેન, એક હેલિકોપ્ટરને ઉડાવી દીધું.શનિવારે, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળ્યા હતા. જ્હોન્સને કહ્યું કે તેઓ યુક્રેનના લોકોને સમર્થન આપવા માટે કિવમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મળ્યા હતા.
