Health News/ ભારતમાં દાખલ થયેલા HMPV વાયરસના શરૂઆતના લક્ષણો જાણો, કોને રહેલું છે વધુ જોખમ…

જે શરીરમાં ફ્લૂ જેવા લક્ષણો સાથે સમસ્યાઓનું કારણ બને છે.

Top Stories India

Health News: કોરોના વાયરસે (Corona Virus) થોડા વર્ષો પહેલા સમગ્ર વિશ્વમાં ભારે તબાહી મચાવી હતી. આજે પણ લોકો એ વાયરસના કારણે થયેલા મૃત્યુની અરાજકતાને ભૂલી શક્યા નથી. આ એક જીવલેણ વાયરસ હતો જે ચીનમાંથી ઉદ્ભવ્યો હતો, જેણે વિશ્વભરના લાખો લોકોના જીવ લીધા હતા. હવે ચીનમાં ફેલાયેલા વાયરસે ભારતમાં પગપેસારો કર્યો છે. કર્ણાટકમાં HMPV વાયરસના 2 કેસ નોંધાયા છે. ત્યારે જાણો આ વાયરસથી કેવી રીતે બચશો, શું તકેદારી રાખશો.

HMPV વાયરસ શું છે?

ચીનમાં ફેલાતા આ વાયરસનું નામ HMPV (Human Metapneumovirus Virus) જણાવવામાં આવ્યું છે. આ સંબંધમાં મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે આ વાયરસ માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ -19 જેવા ઘણા વાયરસના પરિવારનો છે. આ એક શ્વસન સંબંધી રોગ પણ છે, જે શરીરમાં ફ્લૂ જેવા લક્ષણો સાથે સમસ્યાઓનું કારણ બને છે.

શરૂઆતના લક્ષણો

ઉધરસ, તાવ, છીંક આવે તો મોંઢુ, નાક રૂમાલથી ઢાંકવું

નિયમિત હાથને સાબુ વડે ધોવા

તાવ, શરદી હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું

ફ્લૂથી અસરગ્રસ્ત લોકોથી દૂર રહેવું

ભીડભાડવાળા સ્થળોએ શક્ય હોય તો ન જવું

પૌષ્ટિક ખોરાક લો, વધુ પાણી પીવો, પૂરતી ઊંઘ લો

શ્વાસને લઈ તકલીફ જણાય તો દવાખાનાનો સંપર્ક કરવો

કયા લોકોને વધુ જોખમ છે?

જો કે તે કોઈને પણ અસર કરી શકે છે, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ વાયરસનું સંક્રમણ થવાનું જોખમ વધારે છે. આમાં નાના બાળકો, વૃદ્ધ લોકો અને કોઈપણ ક્રોનિક રોગથી પીડિત લોકોનો સમાવેશ થાય છે.

ચીનમાં કેવી છે સ્થિતિ?

ચીનમાં ફેલાયેલા આ વાયરસની ચર્ચા હવે આખી દુનિયામાં થઈ રહી છે. જો કે આ વાયરસ પહેલા પણ જાણીતો હતો, પરંતુ હવે તેના કેસ વધુ દેખાઈ રહ્યા છે. હોસ્પિટલો અને સ્મશાન ભૂમિમાંથી ચીની લોકોના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. ચીનના ઘણા વિસ્તારોમાંથી આ રોગ ફેલાવાના અહેવાલો છે. કેટલાક અહેવાલો અનુસાર, 16 થી 22 ડિસેમ્બરની વચ્ચે શ્વસન ચેપના કેસોમાં અચાનક વધારો થયો છે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો મોટે ભાગે આ કેસોમાં સામેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુગાન્ડામાં ડીંગા-ડીંગા વાયરસના નોંધાયા 300 કેસ, મહિલાઓ અને બાળકોને વધુ અસર

આ પણ વાંચો:ચીનમાં જોવા મળ્યો વધુ એક જીવલેણ વાયરસ, સીધા જ મગજને કરે છે અસર

આ પણ વાંચો:મગજ પર અસર કરે છે આ વાયરસ, બની શકે છે જીવલેણ