Not Set/ જાણો કોણ છે, “બુદ્ધિ સાગરજી” જેનો ઉલ્લેખ PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યો હતો

મહુડી મંદિરનાં સ્થાપક બુદ્ધિ સાગરજી દ્વારા 100 વર્ષ પહેલાથી જ કરાઈ જળ સંકટની આગાહી પીએમ નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે સંબોધન દરમિયાન એક જૈન મુનિની ચર્ચા કરી હતી. જેમણે 100 વર્ષ પહેલાથી જ ભવિષ્ય થનારી જળ સંકટ વિશો આગાહી કરી હતી. આપને અમે એજ જૈન મુનિ બુદ્ધિ સાગર સુરિશ્વરજી વિશે જણાવીશુ ,જેમણે પોતાના કાર્યકાળમાં ઘણી મોટી […]

Top Stories Gujarat Others

મહુડી મંદિરનાં સ્થાપક બુદ્ધિ સાગરજી દ્વારા 100 વર્ષ પહેલાથી જ કરાઈ જળ સંકટની આગાહી

પીએમ નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે સંબોધન દરમિયાન એક જૈન મુનિની ચર્ચા કરી હતી. જેમણે 100 વર્ષ પહેલાથી જ ભવિષ્ય થનારી જળ સંકટ વિશો આગાહી કરી હતી. આપને અમે એજ જૈન મુનિ બુદ્ધિ સાગર સુરિશ્વરજી વિશે જણાવીશુ ,જેમણે પોતાના કાર્યકાળમાં ઘણી મોટી સિદ્ધીઓ હાંસલ કરી. જૈનોના આસ્થાના કેન્દ્ર ઉત્તર ગુજરાતના મહૂડી તીર્થ ધામ અને જૈન મુનિ શ્રી બુદ્ધિ સાગર સુરિશ્વરજીનો વર્ષો જુનો સંબધ છે. મહુડી એક એવુ તૂર્થ સ્થળ છે..જ્યાં જૈન સિવાય દરેક ધર્મના લોકો જવા પસંદ કરે છે. બુદ્ધિ સાગરજી દ્વારા સ્થાપિત કરકવામાં આવેલ મહૂડી તીર્થ ધામ દરેક વર્ગના લોકોના મનમાં વસે છે. ત્યાની પણ ઘણી બધઈ ખાસિયતો છે.

બુદ્ધિ સાગર સુરિ મહુડી તીર્થ ધામના સ્થાપક

મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના 24 તીર્થ ક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. મહુડી તીર્થની એક ખાસીયત એ છે કે ત્યાંની પ્રસાદ સુખડી બહર ગામમાં લઈ જવાની મનાઈ છે. આપને જણાાવી દઈએ કે એક અહેવાલ મુજબ એવુ કહેવામાં આવે છે કે જ્યારે બુદ્ધિ સાગરજી સુરીશ્વરજી મહરાજે જ્યારથી આ મંદિરની સ્થાપના કરી ત્યાર થઈ જ આ મંદિરના પ્રસાદ બહાર લઈ જવાનુ બંધ થયુ છે.

1874માં થયો હતો બુદ્ધિ સાગરજીનો જન્મ

મહુડી તીર્થ ધામની સ્થાપના કરનાર બુદ્ધિ સાગરજી મહારાજનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુર ખાતે 1874માં હિન્દુ પરિવારમાં બેચરદાસ પટેલ તરીકે થયો હતો. તે એક જૈન સન્યાસી સાથે દાર્શનિક અને 20 મી સદીની શરૂઆતમાં લેખક હતા.તેમણે ફક્ત છઠ્ઠા ધોરણ સુધી જ અભ્યાસ કર્યા હતા. ત્યાર બાદ તે જૈન સાધુ મુનિ રવિસાગરજીને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા. તેમણે ધાર્મિક અભ્યાસ માટે મહેસાણાની યશોવિજય સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો. અને ત્યાર બાદ મહેસાણા નજીક અજોલમાં ધાર્મિક શિક્ષકની નોકરી કરી હતી.

1917 માં મહુડી જૈન મંદિરની સ્થાપના કરી હતી.

1898માં રવિસાગરજીના અવસાન બાદ બુદ્ધિ સાહગની અધ્યાત્મિક શોધ તીવ્ર બની. અને તે સમયે રવિસાગરજી મહારાજના શિષ્ય સુખસાગરજીએ તેમને 1901માં જૈન સાધુની દીક્ષા આપી. અને દીક્ષા બાદ તેમણે નવું નામ મુનિ બુધિસાગર અપાયું. આટલુ જ નહી આપને જણાવી દઈએ કે બુદ્ધિ સાગરજીને યોગમાં નિશ્ચિત યોગ-નિષ્ઠાના અનૌપચારિક પદવીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે 1914 માં માણસામાં આચાર્યની પદવી ધારણ કરી અને ત્યાર બાદ તેમણે 1917 માં મહુડી જૈન મંદિરની સ્થાપના કરી હતી. જે કેટલાક સંપ્રદાયોમાટે એક પવિત્ર સ્થળ બની ગયુ છે તેમની લોકપ્રિયતા એટલી વધુ હતી કે તેમને બરોડા, ઇડર, પેથાપુરના રાયલ્સ દ્વારા ત્યાં ઉપદેશ આપવા આમંત્રણ આપવામાં આવતું હતું. આટલી લોકપ્રિયતા અને માન મેળવી લીધા બાદ આખરે તેમણે 1925માં દુનિયાથી વિદાય લીધી. તેમના દેહત્યાગ બાદ વિજાપુર જૈન મંદિર અને સ્મારક મંદિરનો નિર્માણ કરવામાં આવ્યું હતું.

2000થી વધારે કાવ્યો અને 130 જેટલા ગ્રંથ લખ્યાં

તેમણે પોતાનાં જીવનમાં 2000થી વધારે કાવ્યો લખ્યાં હતા, જેમાં સાબરમતી નદી વિશે સૌથી વધુ કાવ્યો હતાં. તેમણે 130 જેટલા ગ્રંથ લખ્યા છે જે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં છે. તે ખ્રિસ્તી ધર્મના આલોચક હતા. ગુજરાતમાં મિશનરી ખ્રિસ્તીઓ દ્વારા ચલાવવામાં આવતુ ધર્મસ્થાનાતંરણના સખત વિરોધી હતા. તેમની પ્રથમ પુસ્તક ”જૈન ધર્મ ખ્રિસ્તી ધર્મ નહી” મુકાબલો હતું, જેમાં જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મની વચ્ચેની તુલના બતાવવામાં આવી છે. તેમણે ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મ અને તેની મિશનરી પ્રવૃત્તિઓની ટીકા કરી હતી. બુદ્ધિ સાગર સુરી તે સમયે ચાલી રહેલી મુર્તી પુજાની ચર્ચાઓમાં સામેલ હતા. તેમણે તેનો બચાવ કરતા મુર્તી પૂજાને ટેકો આપ્યો હતો. અને જૈન સૂત્રોમાં મૂર્તિપૂજા એટલે કે જૈન શાસ્ત્રમાં ચિહ્ન પૂજા નામની એક પુસ્તિકા લખી. તેમણે ચિહ્નોને પ્રેમ અને ભક્તિનું એક સ્વરૂપ ગણાવ્યું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.