Cricket/ કોહલીને ખરાબ ફોર્મનું નુકસાન, ICC ટેસ્ટ રેકિંગમાં ટોપ-5 માંથી બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝ દરમિયાન આઈસીસી રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. ઉત્કૃષ્ટ ફોર્મમાં ચાલી રહેલા ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટ વિશ્વનાં નંબર વન બેટ્સમેન બની ગયા છે.

Sports

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝ દરમિયાન આઈસીસી રેકિંગમાં મોટો ફેરફાર થયો છે. ઉત્કૃષ્ટ ફોર્મમાં ચાલી રહેલા ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટ વિશ્વનાં નંબર વન બેટ્સમેન બની ગયા છે. બીજી બાજુ, ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીને ખરાબ ફોર્મનો ભોગ બનવું પડ્યું છે અને તે ટોચનાં પાંચમાંથી બહાર થઈ રહ્યો છે.

આ પણ વાંચો – Funny Moment / મ્યુઝિયમમાં ડાયનોસોર સાથે વાત કરતો જોવા મળ્યો પંત, શાર્દુલે આ રીતે લીધી મજા

વળી, ઓપનર રોહિત શર્મા પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટનાં ટોચનાં પાંચ બેટ્સમેનોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની રેન્કિંગમાં ખરાબ ફોર્મનો સામનો કરવો પડી રહ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ખરાબ ફોર્મનાં કારણે કોહલી બેટ્સમેનોની રેન્કિંગમાં પાછળ રહી ગયો છે. તે ટોપ-5 ની બહાર થઇ ગયો છે. જોકે ટીમ ઈન્ડિયા માટે સારી વાત એ છે કે ઓપનર રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટનાં ટોચનાં પાંચ બેટ્સમેનોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. રોહિત શર્મા પાંચમાં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કોહલી એક સ્થાન નીચે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. પાંચ વર્ષમાં પ્રથમ વખત વિરાટ કોહલીને ટોચનાં પાંચમાંથી બહાર થવું પડ્યું છે. કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી પાંચ ઇનિંગ્સમાં માત્ર એક અડધી સદી ફટકારી શક્યો છે. કોહલીએ 9 પોઈન્ટ ગુમાવ્યા છે. તે હવે 766 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. કોહલીએ 9 પોઈન્ટ ગુમાવ્યા છે. તે હવે 766 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રોહિત શર્મા 773 પોઈન્ટ સાથે પાંચમાં નંબરે છે.

આ પણ વાંચો – Cricket / અફઘાનિસ્તાન ક્રિકેટને લઇને તાલિબાને લીધો સૌથી ચોંકાવનારો નિર્ણય

બે વર્ષ પહેલા જ્યારે રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનિંગની તક આપવામાં આવી હતી. તે સમયે તેની ટેસ્ટ રેન્કિંગ 53 મી હતી. પરંતુ બે વર્ષમાં તે વિશ્વનાં ટોચનાં પાંચ બેટ્સમેનોમાંથી એક બની ગયો છે. આ સાથે જ રિષભ પંત ઈંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શન બાદ આઠમાં સ્થાનેથી 12 માં સ્થાને સરકી ગયો છે. ટીમ ઈન્ડિયા વિરુદ્ધ જો રૂટનાં શાનદાર પ્રદર્શને તેને એક મોટો ફાયદો આપ્યો છે. હવે તેણે કેન વિલિયમસનને પાછળ છોડી દીધો છે.

રૂટ 916 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે છે. ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટ પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તે 6 વર્ષ બાદ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. આ વર્ષની શરૂઆતમાં જો રૂટ બેટ્સમેનોની રેન્કિંગમાં નવમાં ક્રમે હતો. પરંતુ હવે તેણે કેન વિલિયમસનને પાછળ છોડી દીધો છે.