Not Set/ કોલકતની આ બજારમાં હજી ચાલે છે 500 અને 1000ની નોટ, જાણો

નવી દિલ્હીઃ 8 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 500 અને 1000 જૂની નોટ રદ્દ કરી દીધી હતી. આ નોટ બદલવા માટે  લોકો લાંબી લાંબી લાઇનોમાં લાગેલા છે. ત્યાં કોલકાતાની પુર્રાબાજારની ચક્કરદાર ગલિઓમાં આ નોટ બટ્ટે પર ચાલી રહ્યા છે. તેમજ 1000 રૂપિયા અને 1050ની નટો મળી રહ્યા છે. બડા બજાર વેપાર-ધંધા માટે દાયકાઓથી વિખ્યાત છે […]

India

નવી દિલ્હીઃ 8 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 500 અને 1000 જૂની નોટ રદ્દ કરી દીધી હતી. આ નોટ બદલવા માટે  લોકો લાંબી લાંબી લાઇનોમાં લાગેલા છે. ત્યાં કોલકાતાની પુર્રાબાજારની ચક્કરદાર ગલિઓમાં આ નોટ બટ્ટે પર ચાલી રહ્યા છે. તેમજ 1000 રૂપિયા અને 1050ની નટો મળી રહ્યા છે.

બડા બજાર વેપાર-ધંધા માટે દાયકાઓથી વિખ્યાત છે અંહી આંટો મારશો એટલે તમને કેટલાક લોકો પ્રીમિયમથી જૂની નોટો ખરીદવાની ઓફર કરતા મળી જશે. થોડા દિવસો અગાઉ આ જ લોકો તમને રૂ. 1000ની જૂની નોટોના બદલામાં રૂ. 850ની તથા રૂ. 500ની નોટના બદલામાં રૂ. 400ની નોટો ઓફર કરી રહ્યાં હતાં. તેઓ હવે પ્રીમિયમથી જૂની નોટો ખરીદી રહ્યાં છે.
રૂ. 500ની જૂની નોટના બદલામાં રૂ. 550 તથા રૂ. 1000ની જૂની નોટના બદલામાં રૂ.1100 સુધીની રકમ મળી રહેશે. જાણકારોના કહેવા પ્રમાણે, આગામી એકબે દિવસ આવી જ સ્થિતિ રહેશે.

એકાઉન્ટિંગ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોલકતાના બડા બજાર વિસ્તારમાં અનેક ખોખા કંપનીઓ આવેલી. તા. 31મી ડિસેમ્બરના નાણાકીય વર્ષનું ત્રીજું ક્વાર્ટર પૂર્ણ થઈ રહ્યું છે. જેથી આવી કંપનીઓ ‘હાથ પરની રોકડ’ દર્શાવવા માટે જૂની નોટો ખરીદી રહી છે. તેઓ તા. 30મી ડિસેમ્બર સુધીમાં બેન્કમાં જમા કરાવી દેશે. આ કંપનીઓએ કાગળ પર બહુ મોટા વ્યવહારો દેખાડ્યા હોય છે. એટલે હાથ પરની રોકડ દર્શાવવા માટે જૂની નોટો મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે.