kolkata news/ કોલકાતા રેપ-મર્ડર કેસમાં મુખ્ય આરોપી સંજય રોયની કબૂલાત, પોલીગ્રાફ ટેસ્ટમાં થયો પર્દાફાશ

કોલકાતા રેપ-મર્ડર કેસના મુખ્ય આરોપી સંજય રોયે પોલીગ્રાફ ટેસ્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. સંજયે કહ્યું કે તેણે ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી હતી.

Top Stories India Breaking News

Kolkata News: કોલકાતા (Kolkata) રેપ-મર્ડર (Rape-Murder) કેસના મુખ્ય આરોપી સંજય રોયે (Sanjay Roy) પોલીગ્રાફ ટેસ્ટ (Polygraph Test)માં પોતાનો ગુનો કબૂલી (C0nfession) લીધો છે. સંજયે કહ્યું કે તેણે ટ્રેઇની ડોક્ટર (Trainee Doctor)ની બળાત્કાર  (Rape)કર્યા બાદ તેની હત્યા (Murder) કરી હતી. ઘટનાને અંજામ આપતા પહેલા તે રેડ લાઈટ એરિયામાં ગયો હતો. રસ્તામાં તેણે એક છોકરીને પણ ચીડવી અને તેની ગર્લફ્રેન્ડ પાસેથી ન્યૂડ તસવીરો માંગી.

Calcutta HC asks SIT to transfer case diary to CBI

મીડીયા અહેવાલ મુજબ સંજયે આ બધી વાતો એક દિવસ પહેલા 25 ઓગસ્ટે પોલીગ્રાફ ટેસ્ટમાં કહી હતી. પોલીસ કસ્ટડીમાં પણ સંજયે બળાત્કાર અને હત્યાની કબૂલાત કરી હતી. હત્યા અને બળાત્કારના 18 દિવસ બાદ સંજયની આ કબૂલાત સામે આવી છે. 8 અને 9 ઓગસ્ટની રાત્રે આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં યુવતીની અર્ધ-નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી.

अकेले संजय नहीं, दरिंदगी में और भी लोग शामिल होंगे', बोली कोलकाता रेप-मर्डर  केस के आरोपी की सास - Kolkata Doctor Rape Murder Case Accused Sanjay Roy  Mother in Law told about

ટેસ્ટમાં કબૂલાત

CBI અને સેન્ટ્રલ ફોરેન્સિક ટીમના સભ્યોએ રવિવારે (25 ઓગસ્ટ) 3 કલાક સુધી સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો. સંજયે કબૂલાત કરી હતી કે તેણે તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી. સંજયે સીબીઆઈને પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન જણાવ્યું કે તેણે 8 ઓગસ્ટે એક મિત્ર સાથે દારૂ પીધો હતો. આ પછી તે રેડ લાઈટ એરિયામાં ગયો. રસ્તામાં તેણે એક છોકરીની છેડતી કરી. આ પછી સંજયે મોડી રાત્રે તેની ગર્લફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર વાત કરી અને ન્યૂડ તસવીરો માંગી.  સંજયે જણાવ્યું કે, સવારે લગભગ 4 વાગે સંજય હોસ્પિટલના સેમિનાર હોલમાં પહોંચ્યો, જ્યાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કર્યા બાદ તે સવારે તેના મિત્રના ઘરે ગયો. તેનો મિત્ર કોલકાતા પોલીસમાં ઓફિસર હતો.

આરોપીની કરાઈ ધરપકડ

ઘટનાના બીજા જ દિવસે સંજયની ધરપકડ કરવામાં આવી હતી. સંજય મેડિકલ કોલેજમાં જ સિવિક વોલેન્ટિયર હતો. પોલીસ બાદ 14 ઓગસ્ટે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. આ પછી તેને સિયાલદહ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 23 ઓગસ્ટે કોર્ટે સંજય સહિત 7 લોકોના પોલીગ્રાફ ટેસ્ટની મંજૂરી આપી હતી. મેજિસ્ટ્રેટની સામે રડતાં તેણે કહ્યું- મેં કોઈ ગુનો કર્યો નથી. મને ફસાવવામાં આવી રહ્યો છે. કદાચ પોલીગ્રાફ ટેસ્ટ મારી નિર્દોષતા સાબિત કરશે.

CBIનો દાવો

CBIએ કોર્ટમાં દાવો કર્યો હતો કે ધરપકડ બાદ સંજયે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેનામાં ન તો કોઈ ગભરાટ હતો કે ન તો કોઈ અફસોસ. તેણે આખી ઘટના સંકોચ વિના સંભળાવી. સંજયે માંગી હતી સૂવાની પરવાનગી, કહ્યું- હું સતત પૂછપરછથી કંટાળી ગયો છું. મુખ્ય આરોપી સંજય રોયને પ્રેસિડેન્સી કરેક્શનલ હોમના VIP વોર્ડમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. બંગાળના ભૂતપૂર્વ પ્રધાનો પાર્થ ચેટર્જી અને જ્યોતિપ્રિયા મલિક અને અન્ય પ્રખ્યાત કેદીઓ પણ અહીં બંધ છે. જોકે તેણે સંજયને દૂર રાખ્યો છે. સંજયે જેલ પ્રશાસન પાસે સૂવા માટે પરવાનગી માંગી હતી. તેણે કહ્યું કે છેલ્લા બે અઠવાડિયાથી કોલકાતા પોલીસ અને સીબીઆઈની સતત પૂછપરછ બાદ તે થાકી ગયો છે. શરૂઆતના દિવસોમાં મોડી રાત સુધી પૂછપરછ ચાલતી હતી. તેથી જ હું સૂવા માંગુ છું.

Kolkata Doctor Case Live: BJP questions reappointment of RG Kar hospital  principal; SC to hear plea tomorrow - The Economic Times

CBIએ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘરે દરોડા
24 ઓગસ્ટે RG મેડિકલ કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, 4 સાથી ડૉક્ટર અને એક સ્વયંસેવકનો પૉલિગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો. આ પછી 25 ઓગસ્ટે CBIએ સંદીપ ઘોષના ઘરે દરોડા પાડ્યા હતા. એજન્સીએ ઘોષ અને તેની સાથે જોડાયેલા લોકોના 15 સ્થળો પર સર્ચ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ‘હું નિર્દોષ છું મને ફસાવવામાં આવ્યો છે’ કોલકાતા મહિલા ડોક્ટર કેસના મુખ્ય આરોપી સંજય રોય થયો ભાવુક

 આ પણ વાંચોઃ કોલકાતા ઘટનાના આરોપી સંજય રોય જાનવર જેવી વૃત્તિ ધરાવે છે, મનોવિશ્લેષણ પરીક્ષણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

આ પણ વાંચોઃ કોલકાતા રેપ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ડોકટરોને કામ પર પાછા ફરવાની CJI ચંદ્રચૂડની અપીલ