Gujarat News : રાજ્યમાં જે રીતે ડ્રગ્સના વેચાણ પર અંકુશ મુકાયો છે તે રીતે દારૂની પરમિટ ઉપર પણ કાપ મૂકવાનું શરૂ કરાયું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે દારૂની પરમિટ આપવામાં સરકારે લગામ કસી છે. પરિણામે 2022માં રોજ 13 વ્યક્તિને પરમિટ અપાતી હતી તે ઘટીને 2024માં માત્ર 5 વ્યક્તિને અપાય છે. સૌથી વધુ અમદાવાદીઓ અને બીજા ક્રમે સુરતીઓ છે. રાજયમાં જાન્યુઆરી-2021માં 31510ને પરમિટ અપાતી હતી. વર્ષ 2022માં આંકડો 38970એ પહોંચતાં એક વર્ષમાં રોજની 13 વ્યક્તિને પરમિટ અપાઈ હતી. 2023માં 41953 વ્યક્તિને પરમિટ અપાઈ છે. ફેબ્રુઆરી 2024માં 44102ને પરમિટ અપાઈ હતી.
વર્ષ સંખ્યા રોજની પરમીટ
જાન્યુ.-2021 31510 —
જાન્યુ.-2022 38970 13.04
જાન્યુ.-2023 41953 8.17
ફેબ્રુ.-2024 44102 5.44
પરમિટ માં અમદાવાદ પહેલા, સુરત બીજા ક્રમે
શહેર સંખ્યા
અમદાવાદ 13600
સુરત 9481
રાજકોટ 4601
વડોદરા 2819
શહેર સંખ્યા
જામનગર 2147
ગાંધીનગર 1866
પોરબંદર 1639
કચ્છ-ભૂજ 987
આ પણ વાંચો:દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણ ભક્તોને લઈ મહત્વના સમાચાર, જાણો જન્માષ્ટમીને લઈ મહત્વનું અપડેટ
આ પણ વાંચો:જન્માષ્ટમી પર બનાવો સ્વાદિષ્ટ વાનગી ગોપાલકલા
આ પણ વાંચો:દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું મથુરા-વૃંદાવન, જન્માષ્ટમી પર્વની શરૂ થઈ ઉજવણી
