અભિનેત્રી કૃતિ સેનનને શનિવારે તેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’નું શૂટિંગ પૂરું કર્યું છે. બહુવિધ ભાષાઓમાં બની રહેલી આ ફિલ્મ હિન્દુ મહાકાવ્ય રામાયણની વાર્તા પર આધારિત છે અને પ્રભાસ ભગવાન રામ તરીકે અને સૈફ અલી ખાન લંકેશ તરીકે જોવા મળશે. તેનું નિર્દેશન ઓમ રાઉત કરી રહ્યા છે. ઓમ રાઉતે સોશિયલ મીડિયા પર કહ્યું કે કૃતિ સેનનને શૂટિંગ પૂરું કરી લીધું છે અને અભિનેત્રી સાથે કામ કરવું એક મહાન અનુભવ હતો.
આ પણ વાંચો :ગુલાબો સીતાબો ફેમ ફારૂખ ઝાફરનું 89 વર્ષની વયે અવસાન
અભિનેત્રી સાથેની તસવીરો શેર કરતા ઓમ રાઉતે લખ્યું કે, પ્રિય કૃતિ, તમને જાનકીનું પાત્ર ભજવતા જોવું એક મહાન અનુભવ હતો. વિશ્વાસ નથી થતો કે તમારું શૂટિંગ પૂરું થઈ ગયું છે. તે એક અદ્ભુત પ્રવાસ હતો. “
Dear Kriti, it was magical watching you play Janaki. Can’t believe your part is wrapped up. What a lovely journey!!!#Adipurush@kritisanon pic.twitter.com/hVsVrZiaAK
— Om Raut (@omraut) October 16, 2021
ભૂષણ કુમારની ટી-સિરીઝ દ્વારા બનાવવામાં આવી રહેલી આ ફિલ્મને ‘અનિષ્ટ પર સારાની જીત’ તરીકે ઉજવવામાં આવે છે. આદિપુરુષ 11 ઓગસ્ટ, 2022 ના રોજ રિલીઝ થશે.
આ પણ વાંચો :આજે પણ જેકલિન ફર્નાન્ડીઝ હાજર ન થઈ EDની ઓફિસમાં
ઉલ્લેખનીય છે કે પ્રભાસની ફિલ્મ આદિપુરુષ એક મોટા બજેટની ફિલ્મ છે. ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉત છે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું બજેટ 350 કરોડથી 400 કરોડ છે. ફિલ્મ હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. પ્રભાસ સિવાય કૃતિ સેનન, સની સિંહ અને સૈફ અલી ખાન મુખ્ય પાત્રોમાં જોવા મળશે.
આ પણ વાંચો :શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સામે નોંધાવી FIR, લગાવ્યા આ ગંભીર આરોપ
આ પણ વાંચો :મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી ટીમે કર્યો ખુલાસો નોરા ફતેહી આરોપી નથી વિક્ટિમ છે
આ પણ વાંચો : જેલમાં બંધ આર્યન ખાનને યાદ આવ્યો પરિવાર, શાહરૂખ-ગૌરી સાથે વીડિયો કોલ પર કરી વાત
