આયુર્વેદ/ લુપ્ત થતી ગુગળની ખેતી કરતાં કચ્છી માંડુ, કેન્દ્રિય આયુષ સેક્રેટરીએ લીધી મુલાકાત

કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજ ની ભુજ (દક્ષિણ) રેન્જ હસ્તકના લેર જંગલ વિસ્તારમાં જઈ ત્યાં કુદરતી રીતે ઊગેલ તથા વન વિભાગ દ્વારા વાવેતર કરેલ ગુગળના રોપાઓનું નિરીક્ષણ કરવામાં આવેલ હતું. અ

Gujarat Others Trending

નાની રેલડી, લેર જંગલ અને વાંઢાય ગામની મુલાકાતે કેન્દ્રિય આયુષ સેક્રેટરી કોટેચા

ગુગળ એટલે આયુર્વેદ નું એક મહાન ઔષધ છે. ગુગળમાંથી આશરે ચાલીસ જેટલા ઔષધો બને છે. ગુગળને આયુર્વેદમાં જીવન રસાયણ કહે છે. ગુગળ વગર આયુર્વેદની કલ્પના પણ ન થઈ શકે.આ ગુગલની ખેતી કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં કરવામાં આવે છે.

વન ચેતનાં કેન્દ્ર, ભુજ ખાતે ગુગળનું સંરક્ષણ અને સંવહનીય ઉત્પાદન માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું.  જે વર્કશોપનું આયુષ મંત્રાલયના સેક્રેટરી વૈધ રાજેશ કોટેચાએ ઉદ્ઘાટન કરી કચ્છમાં ગુગળના વાવેતર તથા ગુંદના ઉત્પાદન બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ પધારેલ તમામ અધિકારીઓ દ્વારા નાની રેલડી ગામે આવેલ આયુર્વેદિક નર્સરી ખાતે જઈ ગુગળનું નિદર્શન પ્લોટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજ ની ભુજ (દક્ષિણ) રેન્જ હસ્તકના લેર જંગલ વિસ્તારમાં જઈ ત્યાં કુદરતી રીતે ઊગેલ તથા વન વિભાગ દ્વારા વાવેતર કરેલ ગુગળના રોપાઓનું નિરીક્ષણ કરવામાં આવેલ હતું. અને ગુગળના રોપાનું અધિકારીઓના હાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તથા વન વિભાગના સ્ટાફને ગુગળ માંથી નીકળનાર ગુંદ વિષે સમાજ આપેલ હતી તથા ગુગળનાં બીજ બાબતે સમજ આપવામાં આવેલ હતી. સેક્રેટરી કોટેચા સાથે સૌએ વાંઢાય ગામના મહોબ્બતસિંહ સોઢા એ તેઓની પોતાની માલિકીની જમીન તથા અન્ય ખુલ્લી જમીન એમ અલગ અલગ કુલ ૭૦૦ હેક્ટરમાં ગુગળના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે તે  સ્થળોની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ કચ્છ પશ્ચિમ વન વિભાગ,ભુજના ભુજ (પશ્ચિમ) રેન્જ હસ્તકનાં વાંઢાય પ્લોટમાં સને ૨૦૧૦-૧૧ માં હે. ૨૫ ના ગુગળ વાવેતર પ્લોટની મુલાકાત લીધેલ. ત્યારબાદ નખત્રાણા (પૂર્વ) રેન્જની સુખપર રોહા મધ્યે આવેલ મોડેલ નર્સરીનું નિરીક્ષણ કરવામાં આવેલ હતું.

 

ગુગળ ઔષધીય વનસ્પતિ તરીકે ખુબજ ઉપયોગમાં આવતી જાતી છે. અને જે અત્યારે લુપ્ત થઇ રહી છે. અને તેનો બીજમાંથી ઉછેર ઘણો જ કઠીન છે. ત્યારે વન વિભાગ દ્વારા લાખોની સંખ્યામાં રોપા ઉછેરી તેની યોગ્ય માવજત કરવામાં આવતા તેના સારા પરિણામોને ધ્યાને લઇ પધારેલ અધિકારીશ્રીઓએ કચ્છ વન વિભાગ તથા ગુગળ ની માવજત કરતા વન વિભાગનાં અધિકારીઓ/કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા જે મોટી સિધ્ધિ ઘણી શકાય આ માટે કચ્છના વનકર્મીઓ પ્રોત્સાહિત થયા હતા.

કેરળ / કોંગ્રેસમાં કોહરામ, હાઈકમાન્ડનું અભેદ્ય મૌન, પીસી ચાકોએ સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું

AYUSH મંત્રાલયના સેક્રેટરી વૈદય રાજેશ કોટેચા, નેશનલ મેડીશીનલ પ્લાન્ટ બોર્ડ, નવી દિલ્હીનાં સી.ઈ.ઓ ડો. જે.એલ.એન. શાસ્ત્રી તથા ડો.જગદીશ પ્રસાદ, ગુજરાત મેડીશીનલ પ્લાન્ટ બોર્ડનાં સી.ઈ.ઓ ઉપરાંત નેશનલ મેડીસીનલ પ્લાન્ટ બોર્ડના સાઈન્ટીસ્ટ ડો. રાવત, ડો. કીમોતી તથા પુણે થી એન.એમ.પી.બી. રીઝનલ સેન્ટરથી ડાયરેક્ટર ડો. દિગંબર મોકટ તથા તેઓના અન્ય  સાઈન્ટીસ્ટ સ્ટાફ કચ્છની મુલાકાતે આવ્યા છે.

ગુગળ એક પાનખરનું ગીચ ૧ થી ૩ મીટર ઊંચાઈનું સુગંધીદાર ક્ષુપ છે. તેના પ્રકાંડની છાલ ચળકતી રાખોડી રંગની અથવા પીળા રંગની હોય છે. આ વનસ્પતિ ઈન્ડિયન બેલેડોનાને નામે પણ ઓળખાય છે. તેના પ્રકાંડમાંથી મળતો ગુગળ સુગંધિત ધૂપ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. સંધિવા કે સાંધાના દુ:ખાવાની ઔષધ બનાવવામાં પણ ગુગળનો ઉપયોગ થાય છે. તેના પુષ્પ લાલ રંગના હોય છે. નર અને માદા પુષ્પ જુદા જુદા હોય છે. તેના ફળ માંસલ, લાલ રંગના અને અણીવાળા હોય છે.

મહારાષ્ટ્ર પોલીસ / ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી પ્રફુલ પટેલ વિરુદ્ધ સાંસદ મોહન ડેલકરના મોત મામલે FIR નોંધાઈ

આ વનસ્પતિ ઉત્તર, મધ્ય ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રની ખડકાળ ટેકરીઓ તથા કંકરયુકત તેમજ રેતાળ વિસ્તારોમાં ઉગે છે. ગુગળનો સુગંધીદાર ધૂપ તથા ઔષધ બનાવવામાં ઉપયોગ કરવા તેની વધુ પડતી કાપણીને લીધે તેના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે.

મોટાપો, થાઇરોઇડ તેમજ ઘૂંટણ ના અસહ્ય દુખાવા જેવી સમસ્યાઓ માટે અત્યંત લાભદાયક  છે આ વસ્તુ, જાણો તેના વિશે - AmeGujjus

ગુગળના વુક્ષમાંથી ઉનાળામાં ગરમીને કારણે જે રસ ઝરે છે. તેને ગુગળ કહે છે. ગુગળની પાંચ જાતો છે. તેમાં હરલ્યક્ષ ગુગળ જે લાલ પારદર્શક છે તે સૌથી શ્રેષ્ઠ છે. કાળો ગુગળ તે મહિષાભ ગુગળ લાલ ગુગળની અછતમાં અત્યારે વપરાય છે એટલે કે કાળો ગુગળ વપરાય છે.

ગુગળ બને ત્યાં સુધી તાજો જ વાપરવો જોઈએ. જુનો ગુગળ ઓછો ગુણવાન છે. ગુગળ જો ગરમીમાં રાખતાં પીગળે અને ગરમ પાણીમાં નાંખતા જો ઓગળી જાય તો તે શ્રેષ્ઠ ગુગળ છે.

Guggul Plant : The Power pack medicinal plant | Blog.Nurserylive.com |  gardening in india

ગુગળ જોવામાં કાળા અને લાલ રંગનું હોય છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. ગુગળ ગરમ હોય છે. ગુગળનો પ્રયોગ પેટનો ગેસ, સોજો, દુખાવો, પથરી, મસા, જૂની ખાસી, યૌન શક્તિમાં વધારો, દમ, ઘુંટણનો દુખાવો, ફેફસાનો સોજો જેવા રોગો દૂર કરવા માટે થઇ શકે છે.

શિયાળા માં પાન ખરી જાય એટલે મુખ્ય શાખા ને છોડી આજુબાજુ ની શાખા પર નાના છરકા / ઉઝરડા કરવાથી ગુંદર જેવો ચિકણો રસ ઝરે છે. જે સુકાઇ જાય એટલે ગુગળ નામે ઓળખાય. ..