Uttarkhand News: ઉત્તરાખંડ (Uttarakhand)ના વધુ એક વખત ભૂસ્ખલનની ઘટના બની. પિથોરાગઢ (Pithoragarh)માં ભયંકર ભૂસ્ખલન (Landslide) થયાના વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યા છે. આ વીડિયોમાં દેખાય છે કે ભૂસ્ખલનના કારણે આ વિસ્તારમાં સર્વત્ર ધૂળના વાદળો ફેલાઈ ગયા. આ ભૂસ્ખલન ધારચુલા-તવાઘાટ NH (National Highway)પર થયું હતું. અહી અનેક વાહનો અટવાયા છે. એવું કહેવામાં આવ્યું હતું કે હાઇવેનું કામ કરતી હિલવેઝ કંપનીએ કોન્ક્રીટ તોડવા માટે લેન્ડમાઇન વિસ્ફોટ કર્યો હતો. જેના કારણે સમગ્ર ખડકમાં તિરાડ પડી હતી અને ભૂસ્ખલન થયું હતું.

પિથોરાગઢમાં નેશનલ હાઈવે પર અચાનક જબરજસ્ત ભૂસ્ખલનની તસવીરો સામે આવી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં બનેલી આ દુર્ઘટનામાં પહાડનો મોટો ભાગ ઉંડી ખાડીમાં પડી ગયો હતો. ભૂસ્ખલનની આ ઘટના, જે સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં બનતી હોય છે, પરંતુ હાલમાં તે શિયાળામાં બનતા નાગરિકો સહિત તંત્રની ચિંતા વધી છે.

થોડા સમય પહેલા ઉત્તરાખંડના ધારચુલામાં ભૂસ્ખલનની ઘટના બનવા પામી હતી. એ વખતે પહાડનો એક ભાગ તૂટી પડતા મોટા પ્રમાણમાં કાટમાળના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. પર્વત પરથી ઘણો કાટમાળ પણ નદીમાં પડ્યો હતો. ભારે કાટમાળના કારણે રસ્તો પણ બંધ કરી દેવાયા હતા. લાંબા સમયથી રસ્તાઓ ન ખોલવાને કારણે, ઉચ્ચ હિમાલયના પ્રદેશમાં રહેતા લોકોની ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા.
આ પણ વાંચો: ઉત્તરાખંડમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 200 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકી, 36 મુસાફરોના મોત
આ પણ વાંચો: ઉત્તરાખંડના પ્રખ્યાત પૂર્ણાગિરી મંદિરની નવરાત્રિમાં ભક્તો લે છે મુલાકાત, શક્તિપીઠમાં થાય છે ગણના
આ પણ વાંચો: ઉત્તરાખંડમાં વિશ્વનું સૌથી ઉંચુ શિવ મંદિર પાણી લીકેજનો સામનો કરી રહ્યું છે
