ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત આજે તો ફક્ત દેશમાં જ નહીં વિશ્વમાં જગવિખ્યાત બ્રાન્ડનેમ બની ગયું છે, પરંતુ આ નામ કઈ રીતે પડ્યું તેની પાછળ એક રસપ્રદ કહાણી છે. પહેલા આ પ્રકારના આયોજનો થતાં તેને ઇન્વેસ્ટર્સ મીટ અને રોડ શો ગણાવાતા હતા.
તે સમયે સીએમ નરેન્દ્ર મોદી ઇન્વેસ્ટર્સ મીટ માટે એક આકર્ષક નામની શોધમાં હતા. તે સમયે તેમણે એક ફાઇલ કવર પર ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતનો રંગીન લોગો જોયો અને તેને તેઓ થોડીવાર જોતા રહ્યા. આ લોગો પર લખ્યું હતું વાઇબ્રન્ટ ગુજરાત, જ્યારે આ લોગો હતો ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનનો. તેના પછી તેમણે કહ્યું આ જ છે જે આપણે શોધીએ છીએ. આપણે પણ આપણા આયોજનનું નામ વાઇબ્રન્ટ ગુજરાત રાખવું જોઈએ.
આ સમયે ઘણા લોકોએ સીએમ મોદીને જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત શબ્દ તો બરોબર છે, પરંતુ તેમાથી રોકાણ શબ્દ છૂટી ગયો છે. આ અંગે તે સમયે સીએમ મોદીએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત શબ્દ જ આત્મવિશ્વાસને પ્રેરિત કરે છે. બસ તેના પછી તો ગુજરાતની યશોગાથા શરૂ થઈ ગઈ. આ છે વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ થવાની પૃષ્ઠભૂમિ. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ તેના પછી દર બે વર્ષે નિયમિત રીતે યોજાતી આવી છે. 2021માં કોરોનાના લીધે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું ન હતું.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
