Malaika-Arjun Break Up/ મલાઇકા અરોરા-અર્જૂન કપૂરનું બ્રેકઅપ..! નવી ગર્લફ્રેન્ડે મૌન તોડી કહ્યું – ઝટકો લાગશે

છેલ્લા કેટલાક સમયથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના અંતરના સમાચાર સામે આવી રહ્યા છે. બંને લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી અને હવે મલાઈકાએ અર્જુન કપૂરની બહેનોને પણ સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધી છે.

Photo Gallery Entertainment
Arjun Kapoor is dating

અર્જુન-મલાઈકા વિશે ઘણી બધી અફવાઓ ચાલી રહી છે. એવા અહેવાલો છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેકઈ બરાબર નથી. તેમના સંબંધોમાં તિરાડ હોવાના અહેવાલો છે. પરંતુ આમાં કેટલું સત્ય છે તે કોઈ જાણતું નથી.

 Malaika Arora, Arjun Kapoor

મલાઈકા અને અર્જુન છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળ્યા નથી. આવી સ્થિતિમાં દરેક જગ્યાએ તેમના બ્રેકઅપની અફવાઓ ચાલી રહી છે. બંને એકબીજા સાથે પોસ્ટ પણ નથી કરી રહ્યા. દરમિયાન, મલાઈકા અરોરાએ અર્જુન કપૂરની ત્રણ બહેનોને અનફોલો કરી દીધી છે. આમાં જાહ્નવી કપૂર, ખુશી કપૂર અને અંશુલા કપૂરનું નામ સામેલ છે.

 Malaika Arora, Arjun Kapoor

આ તમામ બાબતો પરથી ચાહકો અંદાજ લગાવી રહ્યા છે કે બંને વચ્ચે કંઈક ખોટું થઈ રહ્યું છે. પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. હાલમાં જ અર્જુને મલાઈકાની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. મલાઈકા અરોરાએ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા હતા. આ પછી તેનું નામ અર્જુન કપૂર સાથે જોડાવા લાગ્યું. બંને 5 વર્ષ સુધી સાથે રહ્યા.

KUSHA KAPILA

હવે જે અભિનેત્રી સાથે અર્જુન કપૂરનું નામ જોડાઈ રહ્યું છે તેનું નામ કુશા કપિલા છે. તેણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે અને તે સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર છે. તે એક પ્રખ્યાત યુટ્યુબર છે. કુશા ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળી છે. તે ઘોસ્ટ સ્ટોરીઝ, પ્લાન એ પ્લાન બી, સેલ્ફી અને થેન્ક યુ ફોર કમિંગ જેવી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.

KUSHA KAPILA

હાલમાં જ તેણે અર્જુન સાથે નામ જોડવા પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે રોજેરોજ મારા વિશે આટલી બકવાસ વાંચ્યા પછી મારે મારો ઔપચારિક પરિચય કરાવવો પડશે. જ્યારે પણ હું આવું કંઇક વાંચું છું, ત્યારે મને એટલું જ લાગે છે કે મારી માતાએ આ બધું ન વાંચવું જોઈએ. તેમનું સામાજિક જીવન પ્રભાવિત થશે.