Navsari News: દીપડાનો (Leopard) આતંક દક્ષિણ ગુજરાતમાં યથાવત જોવા મળ્યો છે. નવસારીમાં (Navsari) બારડોલી રોડ પર નસીલપોર ગામમાં (Nasilpore Village) દીપડાએ આતંક મચાવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ દીપડાને પકડવામાં ટીમ નિષ્ફળ જતા લોકોમાં ભય ફેલાયો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે.
નવસારી, ડાંગ વગેરે દક્ષિણ ગુજરાતના જીલ્લામાં દીપડા વસવાટ કરે છે. જંગલ નજીક આવેલા ગામડાઓમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાઈ જાય છે. નસીલપોર ગામમાં બે દિવસ અગાઉ રાત્રિના સમયે દીપડાએ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આતંક મચાવ્યો હતો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને (Forest Department) દીપડો રેસ્ક્યુ કરવામાં સફળતા ન મળતા દીપડાએ ઘર નજીક કેટલાક લોકો પાછળ દોડતા હુમલો કરતા જોવા મળ્યો હતો, આ ઘટનાનાં સીસીટીવી સામે આવતા કેટલાક ઘાયલ થયાનું જાણવા મળ્યું છે.
દીપડો ત્યાથી નાસી છુટતા અકસ્માતનો ભોગ બન્યો હતો. રાત્રે વાહન ક્રોસ કરતા દીપડો વાહન સાથે અથડાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ થયેલો દીપડો રસ્તા પર હતો ત્યારે લોકોનું ટોળું વળી ગયું હતું, આ બધી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દીપડાના આતંકથી કેટલાક ઘાયલ થયા છે, કેટલાકને ફેક્ચર થયું છે.
થોડા સમય અગાઉ રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યાની ઘટના સામે આવી હતી. આ બનાવની વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જીવાપર ગામમાં બાબુભાઈ મેરના વાડામાં દીપડો ત્રાટક્યો હતો અને વાછરડાનો શિકાર કર્યો હતો. પશુના મારણથી અને ગામમાં દીપડો હોવાની જાણ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ભાવનગરમાં પાલિતાણાના રાજવાડી વિસ્તારમાં દીપડાએ ગત રાત્રિએ 12 ઘેટાને ફાડી ખાધા હતા. રહેણાંક વિસ્તારમાં દીપડાના આતંકથી સ્થાનિકો ભયભીત થયા હતા. જેમાં રોજગારી પર નિર્ભર માલધારીઓને પ્રાણીના આતંકથી ઘણું નુકસાન થયું હતું.
આ પણ વાંચો:ભાવનગરમાં દીપડાનો કહેર, 12 ઘેટાને ફાડી ખાધા
આ પણ વાંચો:મેંદરડામાં દીપડાએ બાળકને ફાડી ખાતા ઘટનાસ્થળે જ થયું મોત
આ પણ વાંચો:વડોદરાના ડભોઇમાં કેવડિયા દોડતી ટ્રેનની અડફેટે આવતા દીપડાનું મોત
