Amreli News/ અમરેલીમાં દીપડાએ 10 વર્ષીય બાળકને ફાડી ખાતા મચી ચકચાર

અમરેલી જિલ્લાના રાજુલા જાફરબાદમાં દીપડાએ 10 વર્ષીય બાળકને ફાડી ખાતા ચકચાર મચી ગઈ છે.

Top Stories Gujarat Others

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા જાફરબાદમાં દીપડાએ 10 વર્ષીય બાળકને ફાડી ખાતા ચકચાર મચી ગઈ છે. જાફરાબાદમાં માસૂમ બાળકના મોતથી પરીવારમાં શોકનો માહોલ છવાયો છે. દીપડાના હુમલામાં ઘાયલ થયેલ બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમ્યાન બાળકનું મોત નિપજયું. બાળકના મોતને લઈને ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી. ધારસભ્યે વન્યપ્રાણીના હુમલાથી બચવા પ્રજાજનોને ખુલ્લામાં ના સુવાની ચેતવણી આપી.

Hoofed leopard attacks 4 including husband in Dhari, wife unconscious after  hitting hands with shovel | પતિને બચાવવા મહિલા રણચંડી બની: ધારીમાં ખૂંખાર  દીપડાએ પતિ સહિત 4 પર હુમલો કર્યો ...

રાજુલા જાફરાબાદમાં દીપડાના હુમલામાં બાળકનું મોત થયું. જેના બાદ ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી. ધારાસભ્ય હીરા સોલંકીએ દીપડા જેવા હીંસક પ્રાણીના ઘાતકી હુમલાથી બચવા પ્રજાજનોને ખુલ્લામા ના સુવા અપીલ કરી. દીપડો વહેલી તકે પકડાઇ તે માટે વનવિભાગને સૂચના આપી છે. વધુમાં હીરા સોલંકીએ કહ્યું કે આવી ઘટનાઓ બને છે ત્યારે મને બહુ દુઃખ થાય છે. વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે પ્રજાને સંદેશો આપું છું કે તેઓ હજુ થોડા સમય વધુ સાવચેતી રાખે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા 6 પાંજરા મૂકાયા.

Attacking leopard caged | હુમલો કરનાર દીપડો પાંજરામાં કેદ: ધારીના વાવડી ગામ  નજીક મહિલા પર હુમલો કરનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો, ગ્રામજનોએ રાહચનો  શ્વાસ લીધો - Amreli News | Divya Bhaskar

જાફરાબાદમાં દીપડાના હુમલામાં પોતાના વ્હાલસોયા દિકરાને ગુમાવતા માબાપ પર આભ તૂટી પડ્યું.અને સગાસંબંધીઓ પણ શોકાતુર થઈ ગયા છે. પ્રાણીઓ પર જીવદયા કરવી કે પછી તેમને સજા કરવી તેને લઈને આ વિસ્તારના લોકોમાં ચિંતાના વાદળો છે. બાળકના મોત બાદ અન્ય લોકો પણ હવે પોતાના બાળકની સલામતીને લઈને ચિંતિત છે. ખુલ્લામાં રમતા બાળકો પર પણ હવે સતત હિંસક પ્રાણીઓનો ભય તોળાઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ વડોદરામાં ફરી લાગી આગઃ IOCLમાં બની આગની ઘટના, 40 દિવસ પહેલાં પણ આગ લાગી હતી

આ પણ વાંચોઃ વડોદરામાં ગોરવા લક્ષ્મીપુરા તળાવમાં કાર ખાબકી, ઝડપની મજામાં યુવાને ગુમાવ્યો જીવ

આ પણ વાંચોઃ વડોદરામાં ટેમ્પો ચાલકની બેદરકારીએ સર્જયો અકસ્માત, માસુમનો લીધો જીવ