Not Set/ બ્રેસ્ટની સાઇઝ ઓછી હોય તો પણ મહિલાઓ અસુરક્ષા મહેસુસ કરે છે

અમદાવાદ, દરેક વ્યક્તિ જીવનમાં કોઈને કોઈ વાતને લઈને અથવા કોઈ સંબંધને લઈને પોતાને અસુરક્ષિત અનુભવતી હોય છે.  પરંતુ જો તમે તમારા સંબંધને લઈને અસુરક્ષિતનો અનુભવ કરો છો તો આ એ સમગ્ર રીતે તમારા જીવનસાથીની જવાબદારી છે કે તે તમને આ ચિંતાથી દૂર કરે. જોકે મહિલા અને પુરુષ કદાચ જ ક્યારેક એક-બીજાના અસુરક્ષિત હોવાના કારણોને જાણી […]

Fashion & Beauty Lifestyle
fa બ્રેસ્ટની સાઇઝ ઓછી હોય તો પણ મહિલાઓ અસુરક્ષા મહેસુસ કરે છે

અમદાવાદ,

દરેક વ્યક્તિ જીવનમાં કોઈને કોઈ વાતને લઈને અથવા કોઈ સંબંધને લઈને પોતાને અસુરક્ષિત અનુભવતી હોય છે.  પરંતુ જો તમે તમારા સંબંધને લઈને અસુરક્ષિતનો અનુભવ કરો છો તો આ એ સમગ્ર રીતે તમારા જીવનસાથીની જવાબદારી છે કે તે તમને આ ચિંતાથી દૂર કરે. જોકે મહિલા અને પુરુષ કદાચ જ ક્યારેક એક-બીજાના અસુરક્ષિત હોવાના કારણોને જાણી શકે છે.

જો તમે કોઈ પુરુષને પુછશો કે તેની પાર્ટનર પોતાની જાતને કેમ અસુરક્ષિત અનુભવે છે? તો કદાચ એ તમને ક્યારેય આના વિશે નહીં બતાવી શકે. મોટાભાગના મામલામાં પુરુષો ક્યારેય નથી સમજી શકતા કે તેમની પત્ની અથવા ગર્લફ્રેન્ડ કઈ બાબતને લઈને પોતાને અસુરક્ષિત અનુભવે છે. મહિલાઓમાં પુરુષો કરતા અસુરક્ષાની ભાવના વધુ પ્રગટ થતી હોય છે. જેનો સમયસર નિકાલ લાવવો જરૂરી છે નહીંતર ક્યારેક આ વસ્તુ લગ્ન જીવનમાં પણ મુસિબતો ઉભી કરે છે. નીચે દર્શાવેલ કેટલાક મુદ્દાઓથી જાણવા મળે છે કે શા માટે મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવે છે.

અન્ય  સ્ત્રીઓને જોઈને :  એક મહિલા બીજી મહિલાના પ્રતિ ખૂબજ સતર્ક અને તાર્કિક હોય છે.  કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે  ક્યારેક મહિલાઓ પોતાના પાર્ટનર માટે નહીં બલ્કે અન્ય મહિલાઓને દેખાડવા માટે શણગાર કરતી હોય છે. જો તેમની સાથે રહેલ કોઈ મહિલા તેમનાથી વધુ સુંદર દેખાતી હશે તો તેઓ પોતાને અસુરક્ષિત અનુભવવા લાગે છે.

વજન વધવાની સાથે પણ વધે છે અસુરક્ષાની ભાવના : આજના સમયમાં મોટાભાગની મહિલાઓને પોતાના વજનને લઈને અસુરક્ષાની ભાવના સતાવતી હોય છે, મહિલાઓને પોતાના વજન પ્રત્યે વધુ ઈનસિક્યોરિટીનો અનુભવ થતો હોય છે. જ્યારે અન્ય કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જે પોતાનુ વજન વધે તેવુ ઈચ્છતી હોય છે.

વધતી જતી ઉંમર પણ હોય છે અસુરક્ષાનું કારણ : તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે કોઈ મહિલાને ક્યારેય તેની ઉંમર પુછવામાં નથી આવતી. ઉંમરની સાથે-સાથે વધુ સુંદર દેખાવાની વાત દરેક મહિલાને ગળે નથી ઉતરતી. તેઓ વધતી ઉંમરને માત્રને માત્ર ગાલ પર પડેલ કરચલી, સફેદ વાળ અને બેડોળ શરીરની સાથે સરખાવે છે.

બ્રેસ્ટ (છાતી)ની સાઈઝને લઈને અસુરક્ષિત : જે રીતે પુરુષોમાં કેટલીક વાતોને લઈને ભય હોય છે તે રીતે મહિલાઓને પણ પોતાની બ્રેસ્ટની સાઈઝને લઈ ડર રહેતો હોય છે, મોટાભાગની મહિલાઓ ક્યારેક પોતાની સાઈઝને લઈને ખોટુ બોલતી હોય છે.