Not Set/ લીલા વટાણાની પૅનકેક, આજે ટ્રાય કરો..

સામગ્રી 3/4 કપ બાફેલા લીલા વટાણા 1/2 કપ ચોખાનો લોટ 1/2 કપ ચણાનો લોટ 1/4 ટીસ્પૂન હળદર 1 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું  (સ્વાદાનુસાર) 1/2 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ તેલ (ચોપડવા અને રાંધવા માટે) 1/4 કપ ખમણેલું પનીર 1/2 કપ ખમણેલું ગાજર 1/4 કપ ઝીણા સમારેલા ટમેટા બનાવવાની રીત  થોડા પાણી સાથે લીલા વટાણાને બ્લેંડરમા પીસીને કરકરું પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ એક બાઉલમાં નાંખી, તેમાં […]

Food Lifestyle

સામગ્રી

3/4 કપ બાફેલા લીલા વટાણા
1/2 કપ ચોખાનો લોટ
1/2 કપ ચણાનો લોટ
1/4 ટીસ્પૂન હળદર
1 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું  (સ્વાદાનુસાર)
1/2 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
તેલ (ચોપડવા અને રાંધવા માટે)
1/4 કપ ખમણેલું પનીર
1/2 કપ ખમણેલું ગાજર
1/4 કપ ઝીણા સમારેલા ટમેટા

બનાવવાની રીત 

થોડા પાણી સાથે લીલા વટાણાને બ્લેંડરમા પીસીને કરકરું પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ એક બાઉલમાં નાંખી, તેમાં ચોખાનો લોટ, ચણાનો લોટ, હળદર, લીલા મરચાં, મીઠું અને પર્યાપ્ત માત્રામાં પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી, રેડી શકાય એવું ખીરૂ બનાવી લો.

પૅનકેક બનાવવાના થોડા સમય પહેલા તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી, હળવેથી હલાવી લો. એક નૉન-સ્ટીક તવાને, થોડું તેલ ચોપડી, ગરમ કરો.

એક નાનો ચમચો ભરીને ખીરૂ તવા પર રેડો અને તેને ચમાચા વડે ફેલાવીને 50 મી. મી. (2) વ્યાસનો ગોળાકાર બનાવો.

તેની ઉપર થોડું પનીર, ગાજર અને ટમેટા ભભરાવો અને થોડું તેલ પૅનકેકની ચારેબાજુ રેડી તેને શેકી લો.

જ્યારે પૅનકેકની એક બાજુ શેકાય જાય એટલે પૅનકેકને ઉથલાવી, બીજી બાજુ થોડી સેકંડ માટે શેકી લો. રીત ક્રમાંક 4 થી 7 પ્રમાણે બાકીના નાના પૅનકેક બનાવી લો.

ગરમ-ગરમ પીરસો હાથવગી સલાહ: તમે એક સાથે તવા પર 5 થી 6 પૅનકેક બનાવી શકો છો અથવા તમે મિની ઉત્તપા પૅન પણ વાપરી શકો છો.