Relationship Tips/ અહીં જાણો, મહિલાઓને કેવા પુરુષો વધારે પસંદ હોય છે…

એવા પુરુષો બહુ સરળતાથી મહિલાઓના હૃદયને સ્પર્શી જતા હોય છે જે તેમને વાર્તા સંભળાવે. મહિલાઓ એ પુરુષોને વધુ આકર્ષક અને સેક્સી સમજે છે જે સારી વાર્તા સંભળાવતા હોય છે.

Relationships
મહિલાઓને

એક નવા સંશોધનમાં રોચક ખુલાસો થયો છે. આ સંશોધન મુજબ મહિલાઓને એવા પુરુષો વધારે પસંદ હોય છે જે તેમને કોઈ રોમાંચક વાર્તા એટલે કે સ્ટોરી સંભળાવે. શું તમે પણ વાર્તા સંભળાવવામાં મહારથ છો? જો વાર્તાઓ કહેવામાં તમારી આગળ કોઈ ટકી નથી શકતુ તો તમે કોઈપણને સરળતાથી આકર્ષિત કરી શકશો. ખાસ કરીને યુવતિઓને. સંશોધકોની માનો તો એવા પુરુષો બહુ સરળતાથી મહિલાઓના હૃદયને સ્પર્શી જતા હોય છે જે તેમને વાર્તા સંભળાવે. મહિલાઓ એ પુરુષોને વધુ આકર્ષક અને સેક્સી સમજે છે જે સારી વાર્તા સંભળાવતા હોય છે. આ સંશોધન દ્વારા જાણવા મળ્યુ કે, મહિલાઓ સારી વાર્તા સંભળાવતા પુરુષોને તેમના માટે વધુ યોગ્ય સમજતી હોય છે અને તેમને ફ્યુચર પાર્ટનર તરીકે પણ જોતી હોય છે.

સંશોધકોની ટીમે જાણ્યું કે, આનું કારણ એ છે કે વાર્તા સંભળાવનાર પુરુષ જાણે છે કે, કેવી રીતે એકબીજા સાથે જોડાણ થાય અને કેવી રીતે ભાવનાઓને પ્રગટ કરવી જોઈએ. પુરુષોની આજ લાક્ષણિક અદાઓ મહિલાઓને સારી લાગતી હોય છે, જેના કારણે તે તેમના તરફ આકર્ષાય છે અને તે પુરુષને પોતાના ભવિષ્યના પાર્ટનર તરીકે જોવા લાગે છે. રિલેશનશિપ નામના જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં જણાવ્યા મુજબ, રોચક વાર્તા સંભળાવનાર  પુરુષ  મહિલાઓની પ્રથમ પસંદ હોય છે.

તેમજ મહિલાઓ માને છે કે આવા પુરુષો મુશ્કેલીમાં પણ પોતાનો રસ્તો સરળતાથી શોધી લેતા હોય છે. ઓસ્ટ્રેલિયન ડોટ કોમ ડોટ એયુએ ઈતિહાસકાર અને સાહિત્ય આલોચક કેરી વિંટરના હવાલાથી લખ્યુ છે કે, વાર્તા કહેવી એ એક સારી બાબત છે અને તેમાં ખૂબ જ ઊંડાણ રહેલુ છે. આ સંભળાવનારાને ખૂબ જ સશક્ત બનાવે છે.  જેના કારણે બન્ને વ્યક્તિ વચ્ચે સંબંધ પણ મજબુત બનતા હોય છે.

આ પણ વાંચો:હવે આ કઈ નવી બીમારી આવી, પહેલા માથાનો દુખાવો અને નાકમાંથી લોહી નીકળવું, પછી મોત

આ પણ વાંચો:આ ચાર આદતો તમારા લગ્નજીવનને ભરી દેશે ખુશીઓથી…

આ પણ વાંચો:વજન ઘટાડી સ્લિમ બોડી ઇચ્છતી યુવતીઓએ કરવું જોઇએ આ ખાસ કામ

આ પણ વાંચો:શું તમને રાત્રે ઊંઘ આવામાં થાય છે મુશ્કેલી? ટ્રાય કરો આ સ્લીપિંગ ટીપ્સ: દિવસભર રહેશો ફ્રેશ

આ પણ વાંચો:ઉંમર પહેલા થઇ રહ્યા સફેદ વાળ, થોડા દિવસમાં કાળા કરી દેશે આ શાકભાજીની છાલ, જાણો કઈ રીતે