સામગ્રી
1 1/4 કપ બાફેલા નાના બટાકાના અડધીયા (છોલ્યા વગરના)
1 ટેબલસ્પૂન માખણ
1/2 કપ રીફ્રાઈડ બીન્સ્
1/4 કપ સાલસા
1/4 કપ ખાટું ક્રીમ
1 ટીસ્પૂન સૂકો ઑરેગાનો
1 ટીસ્પૂન સૂકા લાલ મરચાંની ફ્લૅક્સ્
મીઠું (સ્વાદાનુસાર)
સજાવવા માટે
2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ
બનાવવાની રીત
એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં બટાટા મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર 4 થી 5 મિનિટ સુધી અથવા બટાકા હલકા બ્રાઉન થાય ત્યાં સુધી વચ્ચે હલાવતા રહી રાંધી લો.
તે પછી તેમાં રીફ્રાઇડ બીન્સ્, સાલસા, ખાટું ક્રીમ, ઑરેગાનો, સૂકા લાલ મરચાંની ફ્લૅક્સ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
લીલા કાંદાના લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.
