Interesting/ અલાદ્દીનની જેમ Magic Carpet લઇને હવામાં ઉડતો જોવા મળ્યો આ શખ્સ, જુઓ Video

જો તમે ક્યારેય અલાદ્દીન અને તેના જીનીની વાર્તાઓ વાંચી હોય કે તેની ફિલ્મ જોઇ હોય તો, ચોક્કસ તમને જાદુઈ દુનિયામાં રસ પડ્યો હશે.

Ajab Gajab News
Aladdin's Magic Carpet

જો તમે ક્યારેય અલાદ્દીન અને તેના જીનીની વાર્તાઓ વાંચી હોય કે તેની ફિલ્મ જોઇ હોય તો, ચોક્કસ તમને જાદુઈ દુનિયામાં રસ પડ્યો હશે. જણાવી દઇએ કે, અલાદ્દીન પાસે જાદુઈ કાર્પેટ હતું. જેની મદદથી અલાદ્દીન ગમે ત્યાં ઝડપથી પહોંચી શકે છે. ખરેખર આ બધી જાદુઈ વસ્તુઓ અલાદ્દીનની વાર્તાનો ભાગ છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોમાં, અલાદ્દીન ખરેખર દુબઈની શેરીઓમાં ઉડતો જોવા મળી રહ્યો છે. આ નજારો જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ રહ્યા છે.

Aladdin's Magic Carpet

આ પણ વાંચો – રહસ્યમય / ચંદ્ર પર દેખાઇ ઝૂંપડીનાં આકાર જેવી વસ્તું, દુનિયાભરનાં વૈજ્ઞાનિકો ચોંકી ગયા

તમારા બાળપણમાં તમે અલાદ્દીન અને તેની જાદુઈ કાર્પેટની વાર્તાઓ વાંચી કે સાંભળી હશે. ભલે અલાદ્દીનની જાદુઈ દુનિયાને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ મોટાભાગનાં લોકોને તેના પર આધારિત ટીવી શો જોવામાં અને તેનાથી સંબંધિત વાર્તાઓ વાંચવામાં રસ રહ્યો છે. અલાદ્દીન પાસે એક જાદુઈ કાર્પેટ હતી, જેના પર સવાર થઈને તે આંખોનાં પલકારે કોઈ પણ જગ્યાએ પહોંચી શકતો હતો, પરંતુ જો તમે વાસ્તવિકતામાં આવો નજારો જોશો તો શું તમે તમારી આંખો પર વિશ્વાસ કરશો? જી હા, અલાદ્દીન અને તેની જાદુઈ કાર્પેટને વાસ્તવિક જીવન સાથે ભલે કોઈ લેવાદેવા ન હોય, પરંતુ દુબઈનાં રસ્તાઓ પર જાદુઈ કાર્પેટ પર અલાદ્દીનની જેમ ઉડતા એક વ્યક્તિનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને કોઈનું પણ માથું ફરી જશે અને તમે પણ મજબૂર થઈ જશો કે આ સાચું છે કે કોઇ સ્વપ્ન જોઇ રહ્યા છો.

Aladdin's Magic Carpet

આ પણ વાંચો – Shocking / 20 વર્ષની યુવતીને થયો 77 વર્ષનાં વૃદ્ધ સાથે પ્રેમ, જાણો કેવી રીતે શરૂ થઇ પ્રેમ કહાની

આ વીડિયોને યુટ્યુબ પર RhyzOrDie નામનાં વ્યક્તિએ શેર કર્યો છે. વીડિયોમાં અલાદ્દીન જેવો પોશાક પહેરેલો એક વ્યક્તિ જાદુઈ કાર્પેટ પર ઉડતો જોવા મળે છે. જેણે પણ આ અલાદ્દીનને ભીડભાડવાળી જગ્યાએથી વાહનો અને પાણીમાં વ્યસ્ત રસ્તા પર જાદુઈ કાર્પેટ પર ચાલતા જોયો છે તેની આંખો પહોળી થઇ ગઈ છે. આ નજારા પર કોઈ વિશ્વાસ ન કરી શક્યું, ઘણા લોકો આ આશ્ચર્યજનક દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા. વીડિયો જોયા પછી દરેક લોકો એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું તે ખરેખર કોઈ જાદુઈ કાર્પેટ છે જે હવામાં ઉડી રહી છે.

Aladdin's Magic Carpet

આ પણ વાંચો – Interesting / Harley-Davidson એ લોન્ચ કરી આ શાનદાર બાઈક, જોઇને તમે પણ કહેશો Wow

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે અલાદ્દીનનો પોશાક પહેરેલો એક વ્યક્તિ જાદુઈ કાર્પેટ પર ઉડી રહ્યો છે. ખરેખરમાં, વીડિયોમાં દેખાતી વ્યક્તિ પોતે YouTuber RhyzOrDie છે, જે અરેબિયન નાઈટ્સ થીમ માટે કન્ટેન્ટ બનાવે છે. આ કડીમાં તેણે હાલમાં જ આ જાદુઈ મેટ પર અલાદ્દીનની જેમ મુસાફરી કરવાનો આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેણે સફેદ અને ગોલ્ડન પાઘડી સાથે સફેદ રંગનો ગાઉન પહેર્યો છે. તેને જમીનથી થોડે ઉપર ઉડતો જોઈને લોકોનાં આશ્ચર્યની કોઈ સીમા રહી નથી. જમીનથી સહેજ ઉપર ઉડવા ઉપરાંત, તે પાણીમાં જાદુઈ મેટ પર પણ ઉડતો જોવા મળ્યો હતો. આ વીડિયો માત્ર ઝડપથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યો નથી, પરંતુ તે તેમના હોશ પણ ઉડાવી રહ્યો છે.