Gujarat News : રાજ્યમાં દારૂબંધીના નિયમોમાં કડકાઈને બદલે ઢીલ આપતા ગૃહવિભાગના પરિપત્રથી વિવાદ ઉભો થયો છે. પરિપત્રમાં ક્વોલિટી કેસમાં દારૂની જથ્થાની લિમિટ વધારી દેવામાં આવી છે.રાજ્યમાં દારૂબંધી અંગે ગૃહવિભાગે આશ્વર્યજનક પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રમાં દારૂબંધીમાં ઢીલ આપતો પરિપત્ર સામે આવતા વિવાદ ઉભો થયો છે. પરિપત્રમાં દારૂના જથ્થાની લિમિટ વધારી દેવામાં આવી છે. જેથી હવેથી 1 લાખનો દેશી દારૂનો જથ્થો અને વિદેશી દારૂનો 2 લાખ 50 હજારનો જથ્થો ઝડપાશે તો જ ક્વોલિટી કેસ બનશે.
મહત્વનું છે કે રાજ્યના જે વિસ્તારમાં દારૂનો ક્વોલિટી કેસ થાય ત્યારે ત્યાંના પોલીસ કર્મીઓ પર ખાતાકીય કાર્યવાહી થાય છે..અગાઉ 15 હજારના દેશી દારૂ અને 25 હજારના વિદેશી દારૂના જથ્થો ઝડપાયો ત્યારે ક્વોલિટી કેસ ગણાતો હતો. પરંતુ નવા પરિપત્રમાં તે રકમ વધારી દેવામાં આવી છે. પરિપત્રમાં જણાવ્યું છે કે દેશી દારૂની કિંમત રૂપિયા 1,00,000, જેમાં, પકડાયેલ દેશી દારૂની કિંમત પ્રતિ લીટર રૂ. 200 અને વોશની કિંમત પ્રતિ લીટર રૂ.25 ધ્યાને લેવી અને વિદેશી દારૂની કિંમત રૂ.2,50,000 કે જેમાં ફક્ત પકડાયેલ વિદેશી દારૂની કિંમત ધ્યાને લેવી અને નશીલા પદાર્થના કેસ માટે રૂ.2,50,000ની કિંમતના નશીલા પદાર્થનો મુદ્દામાલ ધ્યાને લેવો.
આ પણ વાંચો: મોરબી બ્રિજ દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનારી દીકરીઓની ભણવા-લગ્નની જવાબદારી કંપનીની, ગુજરાત હાઇકોર્ટનો આદેશ
આ પણ વાંચો: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયંત્રણમાં કશું નથીઃ દ્વારકામાં સોડાએશના મામલે ઝાટકણી કાઢતી ગુજરાત હાઇકોર્ટ
આ પણ વાંચો: વાડી સ્વામિનારાયણ મંદિર દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન નામંજૂર