Gujarat News/ લખપત તાલુકાના બેખડા ગામની મુલાકાત લઈને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવતા આરોગ્ય મંત્રી ઋષિકેશપટેલ

લખપત તાલુકાના બેખડા ગામની મુલાકાત લઈને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શંકાસ્પદ તાવનું મૂળ કારણ શોધીને હવે કોઈપણ નાગરિકને જીવ ના ગુમાવવો પડે એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સરકાર એક પરિવારની જેમ જ ગ્રામજનોની પડખે ઊભી છે.

Top Stories Gujarat

Gujarat News: લખપત તાલુકાના બેખડા ગામની મુલાકાત લઈને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શંકાસ્પદ તાવનું મૂળ કારણ શોધીને હવે કોઈપણ નાગરિકને જીવ ના ગુમાવવો પડે એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સરકાર એક પરિવારની જેમ જ ગ્રામજનોની પડખે ઊભી છે. પ્રભારીમંત્રી પ્રફૂલ પાનશેરિયા કચ્છ જિલ્લામાં લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવની પરિસ્થિતિને લઈને આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલ  પાનશેરિયાએ લખપત તાલુકાના બેખડા ગામની મુલાકાત લીધી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ ગામના સરપંચ રમઝાન ઓઝાત અને જત સમુદાય અગ્રણી ઝકરીયા હાજી નુર મોહમ્મદ તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બંને મંત્રી એ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મૃતકોના પરિવારજનોને દિલાસો આપીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં તેમની પડખે ઊભી છે. બીમારીનું મૂળ કારણ શોધીને હવે કોઈ જ નાગરિકે જીવ ગુમાવવા ના પડે એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે તેમ આરોગ્ય મંત્રીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું.

પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ ગ્રામજનોને સરકારની આરોગ્ય ટીમને સહકાર આપી શરદી, ઉધરસ, તાવ કે નબળાઈ જેવા કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરીને પૂરતી સારવાર લેવા અનુરોધ કર્યો હતો. સમયસર સારવાર લેવાથી જીવ બચી શકે છે એ બાબત ઉપર ભાર મૂકીને પ્રભારીમંત્રીએ આરોગ્ય ટીમને સહયોગ આપવા અપીલ કરી હતી. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ ગામના યુવાનોને આગેવાની લઈને સામાન્ય બીમારીમાં પણ કોઈપણ બેદરકારી દાખવ્યા વગર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. આરોગ્ય મંત્રી સાથે ગાંધીનગરથી આવેલા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ગ્રામજનોને રોગ અટકાયતી પગલાં વિશે સમજણ આપીને તકેદારી રાખવા જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં ભારે વરસાદ પછી રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરતા ઋષિકેશ પટેલ-પ્રફુલ પાનશેરિયા

 આ પણ વાંચો:રોગપ્રતિકારક રસીકરણમાં ગુજરાત અગ્રેસર, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

 આ પણ વાંચો:રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ચાંદીપુરા વાયરસનો કેસ નથી નોંધાયો, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ