Not Set/ ICC World Cup : વેસ્ટ ઈંન્ડિઝ સામે શરમજનક હાર મળ્યા બાદ સોશિયલ મીડિયામાં પાકિસ્તાનનો ઉડી રહ્યો છે મજાક

વિશ્વ કપની પોતાની પહેલી જ મેચમાં શરમજનક હાર મેળવ્યા બાદ પાકિસ્તાનની સોશિયલ મીડિયામાંખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. પાકિસ્તાનનો પહેલો મુકાબલો વેસ્ટ ઈંન્ડિઝ સામે હતો. જ્યા ટોસ જીતી વેસ્ટ ઈંન્ડિઝનાં કેપ્ટને પાકિસ્તાનને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યુ હતુ. પાકિસ્તાનની ટીમ પૂરી 50 ઓવર પણ ન રમી શકી અને 21.4 ઓવરમાં માત્ર 105 રન પર ઓલ […]

Top Stories Sports

વિશ્વ કપની પોતાની પહેલી જ મેચમાં શરમજનક હાર મેળવ્યા બાદ પાકિસ્તાનની સોશિયલ મીડિયામાંખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. પાકિસ્તાનનો પહેલો મુકાબલો વેસ્ટ ઈંન્ડિઝ સામે હતો. જ્યા ટોસ જીતી વેસ્ટ ઈંન્ડિઝનાં કેપ્ટને પાકિસ્તાનને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યુ હતુ. પાકિસ્તાનની ટીમ પૂરી 50 ઓવર પણ ન રમી શકી અને 21.4 ઓવરમાં માત્ર 105 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. આ ટાર્ગેટને વેસ્ટ ઈંન્ડિઝની ટીમે આસાનીથી 13.4 ઓવરમાં મેળવી લીધો હતો.

આ શરમજનક હાર બાદ પાકિસ્તાન ટીમને લઇને સોશિયલ મીડિયામાં ઘણો મજાક ચાલી રહ્યો છે. ટીમ પૂરી 50 ઓવર પણ રમવામાં અસફળ રહેતા પાકિસ્તાનનાં સમર્થકો અને દુનિયાભરનાં લોકોએ પાકિસ્તાનનો ખૂબ મજાક ઉડાવ્યો છે. સફરનામા નામનાં એક વ્યક્તિએ મનોજ બાજપાઇનો ફોટો પોસ્ટ કર્યો જેમા લખ્યુ હવે અંડરગ્રાઉન્ડ થવાનો સમય આવી ગયો છે. સુશિલ હરમાડેએ પાકિસ્તાનની ટીમનાં બોલર સહિતનાં ખેલાડીઓનો ફોટો શેયર કરતા લખ્યુ, બધાને બેટીંગ મળી.  એક વ્યક્તિએ તો એવેન્ઝર્સનાં વિલેન થાનોસનો હાથ જોડતો ફોટો મુક્યો જેમા લખ્યુ, પાછા આવી જાઓ બેટા, તમારાથી નહી થઇ શકે. એક વ્યક્તિએ પોતાના ટ્વીટર એકાઉનટમાં રાજપાલ યાદવનો ફોટો મુક્યો જેમા લખ્યુ, મારો ઔર મારો સાલો.

https://twitter.com/Stupidthings29/status/1134413892317339648

https://twitter.com/DrMansoor01/status/1134422714284957697

https://twitter.com/Faizan_Aleee/status/1134421046411649024