Not Set/ #Lockdown/ આજથી શરૂ થશે લોકડાઉનનો ત્રીજો તબક્કો, જાણો હજુ પણ કઇ સેવાઓ રહેશે બંધ

દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 40 હજારને વટાવી ગઈ છે, જેમાંથી 1,306 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે, દેશવ્યાપી લોકડાઉનનો ત્રીજો તબક્કો સોમવાર એટલે કે આજથી શરૂ થઈ રહ્યો છે. ત્રીજા તબક્કામાં વધુ છૂટછાટ આપવામાં આવશે, પરંતુ પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રતિબંધો ચાલુ રહેશે જેથી કોવિડ-19 સામે અત્યાર સુધીની પ્રાપ્ત સફળતા વ્યર્થ ન જાય. સમગ્ર દેશને કોરોના […]

India
c806924e2cbe96e44ffaa30ad1dcf3f2 2 #Lockdown/ આજથી શરૂ થશે લોકડાઉનનો ત્રીજો તબક્કો, જાણો હજુ પણ કઇ સેવાઓ રહેશે બંધ

દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 40 હજારને વટાવી ગઈ છે, જેમાંથી 1,306 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે, દેશવ્યાપી લોકડાઉનનો ત્રીજો તબક્કો સોમવાર એટલે કે આજથી શરૂ થઈ રહ્યો છે. ત્રીજા તબક્કામાં વધુ છૂટછાટ આપવામાં આવશે, પરંતુ પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રતિબંધો ચાલુ રહેશે જેથી કોવિડ-19 સામે અત્યાર સુધીની પ્રાપ્ત સફળતા વ્યર્થ ન જાય.

સમગ્ર દેશને કોરોના વાયરસ ચેપનાં જોખમને આધારે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન એમ ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવ્યો છે. લોકડાઉન 3.0 4 મે થી 17 મે સુધી છે. લોકડાઉનનો પ્રથમ તબક્કો દેશમાં 25 માર્ચથી 14 એપ્રિલ સુધી અમલમાં આવ્યો હતો, જે પછીથી વધારીને 3 મે કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં જણાવ્યા મુજબ, જે કોઇ પણ ઝોન હોય ત્યા હવાઈ, રેલ, મેટ્રો પ્રવાસ, માર્ગ દ્વારા અંતર-રાજ્ય અવર-જવર, સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થા, તાલીમ અને કોચિંગ સંસ્થાઓ, હોટલ અને રેસ્ટોરન્ટ્સ સહિતની આતિથ્ય સેવાઓ બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.