Not Set/ #Lockdown/ સસ્તા ક્રૂડ ઓઇલનો લાભ જનતાને નહી મળે, સરકારે પેટ્રોલ-ડીઝલ પર વધારી એક્સાઇઝ ડ્યૂટી

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે, વિશ્વભરનાં દેશોને હાલમાં લોકડાઉનનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો જમીન પર આવી ગઈ છે. પરંતુ ભારતની સામાન્ય જનતાને ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડાનો લાભ નહીં મળે. તેનું કારણ એ છે કે ભારત સરકારની સાથે, રાજ્ય સરકારો પણ આ તકોનો લાભ તેમનો ખજાનો ભરવા માટે […]

Business

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે, વિશ્વભરનાં દેશોને હાલમાં લોકડાઉનનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો જમીન પર આવી ગઈ છે. પરંતુ ભારતની સામાન્ય જનતાને ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડાનો લાભ નહીં મળે. તેનું કારણ એ છે કે ભારત સરકારની સાથે, રાજ્ય સરકારો પણ આ તકોનો લાભ તેમનો ખજાનો ભરવા માટે લઈ રહી છે.

મંગળવારે મોડી રાતે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરનાં માર્ગ સેસમાં વધારાની એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર રૂ. 8 નો વધારો કર્યો હતો. આ સિવાય કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 2 રૂપિયા અને ડીઝલ પર 5 રૂપિયા સુધી એક્સાઇઝ ડ્યૂટી પર વિશેષ વધારાની ડ્યૂટીમાં પણ વધારો કર્યો હતો. જેના પગલે પેટ્રોલ પર રૂ. 10 અને ડીઝલ પર 13 રૂપિયાનો ચોખ્ખો વધારો થયો છે. સરકારે જાહેર કરેલા આ નવા શૂલ્ક આજથી બુધવારથી લાગુ થશે. જો કે વધેલા ભાવોની અસર સામાન્ય લોકોને નહીં થાય.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઇલનાં ભાવમાં થયેલા ઘટાડા સામે ભાવ વધારો અવશોષીત કરવામાં આવશે અને ગ્રાહકો માટે છૂટક કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. અધિકારીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલની એમઆરપી પહેલા જેવી જ રહેશે. આપને જણાવી દઇએ કે, કેન્દ્રનાં આ નિર્ણયનાં થોડા કલાકો પહેલા જ દિલ્હી અને પંજાબ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટનાં દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો, જેનો ભાર દિલ્હી અને પંજાબની જનતા પર પડશે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં એક મોટા ઘટાડાને ચાલુ રાઘખ્યો છે કારણ કે ક્રૂડ ઓઇલની કિંમતો કોરોના વાયરસ મહામારી પગલે ખરાબ થઇ ગઇ છે. આ વધારો સંપૂર્ણપણે એક્સાઈઝ ડ્યૂટીનાં રૂપમાં છે, તેથી આવક સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે. કેન્દ્ર સરકારને આશા છે કે સમગ્ર વર્ષમાં આ વધારાથી મહેસૂલ સંગ્રહમાં રૂ. 1,75,000 કરોડનો વધારો થશે. આ સંપૂર્ણ નાણાંનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને અન્ય વિકાસ કાર્યો માટે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.