Not Set/ #JammuKashmir/ અવંતિપોરામાં મોડી રાત્રે સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરનાં હંદવાડામાં સેના અને આતંકવાદીઓ વચ્ચેનાં એન્કાઉન્ટરનાં કેટલાક કલાકો બાદ ફરીથી એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરનાં અવંતિપોરામાં મોડી રાત્રે સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સેનાને સમાચાર મળ્યા છે કે આ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓ છુપાયેલા છે. અવંતિપોરાનાં એક ગામમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે, ત્યારબાદ બંને તરફથી ગોળી […]

India

જમ્મુ-કાશ્મીરનાં હંદવાડામાં સેના અને આતંકવાદીઓ વચ્ચેનાં એન્કાઉન્ટરનાં કેટલાક કલાકો બાદ ફરીથી એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરનાં અવંતિપોરામાં મોડી રાત્રે સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

સેનાને સમાચાર મળ્યા છે કે આ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓ છુપાયેલા છે. અવંતિપોરાનાં એક ગામમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે, ત્યારબાદ બંને તરફથી ગોળી ચલાવવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોને હિઝબુલ મુજાહિદ્દીનનાં ટોચનાં કમાન્ડર રિયાઝ નાયકુ અહીં છુપાયેલા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સેનાએ આ કાર્યવાહી શરૂ કરી છે.

કાશ્મીર ઝોન પોલીસનાં જણાવ્યા અનુસાર અવંતિપોરાનાં શારશાલી ખુ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળો અને આતંકીઓ તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોની સાથે જમ્મુ-કાશ્મીર પોલીસ પણ આ કામગીરીમાં સામેલ છે. સૈન્યને સૂત્રો પાસેથી સમાચાર મળ્યા હતા કે બે-ત્રણ આતંકવાદીઓ ત્યાં છુપાયેલા છે.

આપને જણાવી દઈએ કે, રવિવારે જમ્મુ-કાશ્મીરનાં કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેનાં એન્કાઉન્ટરમાં સેનાનાં કર્નલ અને મેજર સહિત પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. વળી બંને આતંકીઓ માર્યા ગયા હતા. હંદવાડા તહસીલનાં ચાંજીમુલ્લા ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે 20 કલાક સુધી ગોળીબારી ચાલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.