રાજકોટના ઇસ્ટ ઝોન કચેરીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા આવેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો આધાર કાર્ડ અપડેટ કરાવવા આવતાં લાંબી લાઈનો લાગી છે.
કચેરી દ્વારા અરજદારો માટે બેસવાની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોને લાંબો સમય ઊભા રહેવું પડે છે. અરજદારો વૃક્ષના છાયામાં, ઓટલા પર અને જ્યાં જગ્યા મળે ત્યાં ઊભા રહીને પોતાનો વારો આવે તેની રાહ જોતા જોવા મળે છે.
આ અંગે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કચેરી દ્વારા આ બાબતે કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
@ ધ્રુવ કુંડેલ, રાજકોટ
આ પણ વાંચો: રાજકોટ હોટલ નોવા ગ્રુપની 31st પાર્ટીમાં દારૂની બોટલ સાથે ડાન્સનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: રાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં કોર્ટે 25 વર્ષ બાદ તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા
