Bollywood Masala/ શ્રદ્ધા કપૂરના જીવનમાં ફરી થઇ પ્રેમની એન્ટ્રી ! શું તે આ ફિલ્મના રાઈટરને કરી રહી છે ડેટ?

 શ્રદ્ધા કપૂરના જીવનમાં ફરી એકવાર પ્રેમની એન્ટ્રી થઈ છે. જો અહેવાલોનું માનીએ તો અભિનેત્રી હાલમાં તુ જૂઠી મેં મક્કરના લેખક રાહુલને ડેટ કરી રહી છે. 

Trending Entertainment
Shraddha kapoor

બોલિવૂડ અભિનેત્રી શ્રધ્ધા કપૂર પોતાની સુંદરતા અને અદભૂત અભિનયને કારણે હેડલાઇન્સમાં અવારનવાર જોવા મળે છે. પરંતુ તાજેતરમાં અભિનેત્રીનું અંગત જીવન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. અભિનેત્રી તુ જૂઠી મેં મક્કરના લેખક રાહુલ મોદી સાથે ફિલ્મ જોવા પહોચી હતી. જે પછી નેટીઝન્સ અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેત્રી શ્રદ્ધા કપૂરના જીવનમાં ફરી એકવાર પ્રેમ આવ્યો છે, અને આ પ્રેમ બીજું કોઈ નહીં પણ રાહુલ મોદી છે.

શ્રદ્ધા કપૂરના જીવનમાં ફરી પ્રેમનો પ્રવેશ!

ખરેખર, શ્રદ્ધા કપૂર હાલમાં જ રાહુલ મોદી સાથે ફિલ્મ જોવા પહોચી હતી, જ્યાં અભિનેત્રીને પાપારાઝીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મ રાઈટર રાહુલ મોદી સાથેની વીડિયો તસવીરો વાયરલ થયા બાદ લોકો અનુમાન લગાવવા લાગ્યા છે કે શ્રદ્ધા કપૂરના જીવનમાં ફરી એકવાર કોઈ ખાસ વ્યક્તિ સાથે પ્રેમનો પ્રવેશ થયો છે. રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા કપૂર પહેલા સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે લગભગ ચાર વર્ષથી રિલેશનશિપમાં હતી. ત્યારબાદ વર્ષ 2022માં સમાચાર આવ્યા કે અભિનેત્રી રોહનથી અલગ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

 કોણ છે રાહુલ મોદી?

રાહુલ મોદી શ્રદ્ધા કપૂરની તાજેતરની ફિલ્મ તુ જૂઠી તુ મક્કરના લેખક છે જેનું નિર્દેશન લવ રંજન દ્વારા કરવામાં આવ્યું છે. રાહુલ મોદી અને શ્રદ્ધા કપૂરે કોઈપણ રીતે તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી, પરંતુ રાહુલ અવારનવાર શ્રદ્ધા કપૂરના ડોગ સાથેના ફોટા શેર કરે છે. રાહુલ અને શ્રદ્ધાની આ વધતી જતી નિકટતા સાથે ચાહકોની ઘણી અપેક્ષાઓ વધી ગઈ છે. શ્રદ્ધા કપૂર ફિલ્મ્સના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ તાજેતરમાં રાજકુમાર રાવ સાથે સ્ત્રી 2 માટે શૂટિંગ શરૂ કર્યું છે.

આ પણ વાંચો:rocky aur rani ki prem kahani/સામે આવી ‘રોકી ઔર રાની કી લવ સ્ટોરી’ , ફ્લોપ કેમિસ્ટ્રી, ઓવરએક્ટિંગનો સંપૂર્ણ ડોઝ

આ પણ વાંચો:Bollywood/  યુએસમાં શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાન બન્યો અકસ્માતનો શિકાર, કરવી પડી સર્જરી 

આ પણ વાંચો:Entertainment/અંડરવર્લ્ડ ડોનની નજર પડતાં જ રાતોરાત ગાયબ થઈ ગઈ આ હિરોઈન, શું સુંદરતા બની ગઈ મુશ્કેલી?

આ પણ વાંચો:Bollywood/‘મને કહેવામાં આવ્યું કે હું પુરુષની જેમ ચાલુ છું ‘, તમન્ના ભાટિયાનું  કેવી રીતે થયું ટ્રાન્સફોર્મેશન ?