હિંસા/ અહીં આવીને બેસવાનું નહીં…કહીને લુખ્ખાએ પોલીસ ઉપર કર્યો હુમલો

નાઈટ કર્ફ્યુ અમલમાં આવ્યા બાદ પોલીસની કામગીરીમાં વધારો થઇ ગયો છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો રાત્રે નાઈટ પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ કરી રહ્યા છે. શહેરમાં જેવી રીતે કોરોનાના કેસોએ તેજ ગતિ પકડી છે તેને ડામવા માટે સરકારની સાથે સાથે પોલીસને પણ માથે પરસેવા છૂટી રહ્યા છે. રાત્રે પોલીસ જવાનો ખડે પગે સેવા આપીને […]

Ahmedabad Gujarat

નાઈટ કર્ફ્યુ અમલમાં આવ્યા બાદ પોલીસની કામગીરીમાં વધારો થઇ ગયો છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો રાત્રે નાઈટ પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ કરી રહ્યા છે. શહેરમાં જેવી રીતે કોરોનાના કેસોએ તેજ ગતિ પકડી છે તેને ડામવા માટે સરકારની સાથે સાથે પોલીસને પણ માથે પરસેવા છૂટી રહ્યા છે. રાત્રે પોલીસ જવાનો ખડે પગે સેવા આપીને નાઈટ કર્ફ્યુનો અમલ કરાવી રહ્યા છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો પોલીસ જવાનોની સામે જ બાયો ચડાવી રહ્યા છે.

તાજેતરની જો વાત કરીએ તો , અમદાવાદના મજુર ગામ પાસે ગઈ કાલે મોડી સાંજે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના જવાનો નાઈટ કર્ફ્યુનો અમલ કરાવી રહ્યા હતા ત્યારે ભાવેશ ઉર્ફે મંગો નામનો લુખ્ખો ત્યાં આવ્યો હતો.જગદીશ ભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલ તેમજ અન્ય પોલીસ જવાનો ત્યાં બંદોબસ્તમાં હાજર હતા. ભાવેશએ પોલીસ જવાનો ની સાથે ખોટી રીતે દાદાગીરી કરીને તેમને ગંદી ગાળો બોલી હતી. રોડ ઉપર આરોપીની દાદાગીરી જોઈને કોન્સ્ટેબલ જગદીશ ભાઈએ તેને આવું કરતા રોક્યું હતું. જોકે, આરોપી વધુ આવેશમાં આવી જઈને તેણે પોલીસ જવાનોને ધમકી આપી હતી કે અહીં આવીને બેસવાનું નહિ , જેથી પોલીસ જવાનોએ આરોપીને પકડવાની કોશિશ કરતા આરોપીએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. એટલુંજ નહિ પોલીસની ગાડી ઉપર લાતો મારીને તેને પણ નુકશાન પહોંચાડ્યું હતું.

પોલીસ જવાનોએ તેને હેમખેમ કરીને પકડી લઈને તેને કાગડાપીઠ પોલીસન સ્ટેશન ખાતે લઇ ગયા હતા. જ્યાં તેની સામે પોલીસની કાર્યવાહીમાં રુકાવટ,કર્ફ્યુ ભંગ તેમજ ધાક ધમકી આપવાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.