તાજેતરમાં જ ધોરણ દસ અને બારમા ધોરણનું પરિણામ દેશભરમાં બહાર આવ્યું છે. આવી સ્થિતિમાં ઘણા ફિલ્મ સ્ટાર્સના બાળકોના પરિણામ પણ આવી ગયા છે. હાલમાં જ ચાઈલ્ડ ટીવી એક્ટ્રેસ રૂહાનિકા ધવનનું(Ruhaanika Dhawan) 10મા ધોરણનું પરિણામ પણ આવ્યું છે, જેમાં તે સારા નંબર સાથે પાસ થઈ છે. તે જ સમયે, માધુરી દીક્ષિતનો નાનો પુત્ર રેયાન નેને પણ બોર્ડની પરીક્ષામાં પાસ થયો છે.
માધુરી દીક્ષિતના પુત્રનું પરિણામ આવ્યું
માધુરી દીક્ષિત અને તેના પતિએ તેના પુત્ર રેયાનના અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેમાં થયેલા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી અને સફળતાની ઉજવણી કરી હતી. આ સાથે જ તેને પોસ્ટ શેર કરી હતી,જેમાં માધુરી અને તેના પતિએ લખ્યું, Proud Parent moment: Congratulations to my brilliant star on reaching new heights.”
View this post on Instagram
બીજા ફોટોમાં રેયાન ફોર્મલ પોઝ આપતો જોવા મળે છે. અન્ય ફોટોમાં તે તેના માતા-પિતા અને મોટા ભાઈ અરીન નેને સાથે જોવા મળી રહ્યો છે. બંનેએ આ તસવીરો સાથે એક વીડિયો પણ શેર કર્યો છે.
View this post on Instagram
અભિનેત્રીના બંને પુત્રો અમેરિકામાં અભ્યાસ કરે છે.
તમને જણાવી દઈએ કે, અભિનેત્રીના બંને પુત્રો અમેરિકામાં અભ્યાસ કરે છે. માધુરી દીક્ષિતનો મોટો દીકરો અરીન ઉચ્ચ શિક્ષણ માટે યુએસની યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં અભ્યાસ કરી રહ્યો છે. અભિનેત્રી અવારનવાર તેના પુત્રો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એક્ટ્રેસ અરીન સાથે નાચવા-ગાવાથી લઇને મ્યુઝીક વગાડવા સુધી માધુરીએ દરેક ક્ષણ પોતાના ફેન્સ સાથે શેર કરી છે.
આ ફિલ્મમાં માધુરી જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો માધુરી છેલ્લે ફિલ્મ મજા મા માં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો માધુરી ટૂંક સમયમાં ઈન્દ્ર કુમારની ધમાલ 4માં જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ નવી સંસદ કોફિન/ નવા સંસદ ભવનને શબપેટીના આકાર સાથે સરખાવવા બદલ ભાજપે કરી આરજેડીની ટીકા
આ પણ વાંચોઃ Shahrukh-NewParliament/ ભારતના લોકશાહી મૂલ્યોનું પ્રતિબિંબ છે નવી સંસદઃ શાહરૂખ ખાન
આ પણ વાંચોઃ પીએમ મોદી-સેંગોલ/ નવી સંસદમાં પીએમ મોદી દ્વારા સ્થાપિત ‘સેંગોલ’ વિશે 5 હકીકતો
