મુંબઈ
બોલીવુડ અભિનેતા નવાજુદ્દીન સિદ્દકી એક નવા જ પ્રકારની મુશ્કેલીમાં ફસાયો છે. થાણે પોલીસે તેને સમંસ પાઠવીને હાજર થવા મટે જણાવ્યુ છે. થાણે ક્રાઈમબ્રાંચે ગેરકાયદેસર રીતે ઓલ ડેટા મેળવવાના કેસમાં 11 લોકોની ધરપકડ કરી છે. જે સંદર્ભે પૂછપરછ માટે નવાજને બોલાવવામાં આવ્યો છે.
નવાજ પર આરોપ છે, કે તેણે પોતાની પત્નીની જાસુસી માટે આ પ્રાઈવેટ ડિટેક્ટિવ હાયર કરેલ હતા અને તેમણે જ આ કોલ રેકોર્ડ ચોર્યો છે. જેને લઈને આગામી દિવસોમાં નવાજુદ્દીન સિદ્દકીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
નવાજુદ્દીન સિદ્દકી અત્યારે પોતાની આગામી ફિલ્મ ઠાકરેને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ મરાઠા શેર તરીકે ઓળખાતા બાલાસાહેબ ઠાકરેની બાયોપિક ફિલ્મ છે. આ ફિલ્મનુ ટીઝર જાહેર થઈ ચુક્યુ છે.
મહત્વનું છે કે, નવાજુદ્દીન સિદ્દકીના લુકની ખૂબ જ પ્રશંસા થઈ હતી. પરંતુ આ જાસુસી કેસમાં તેની મુશ્કેલી વધવાના કારણે ફિલ્મ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
