Not Set/ મધ્યપ્રદેશ: ભગવાન રામના વંશજ હોવાનો પુરાવો આપવા 2 હજાર લોકો અયોધ્યા જવા રવાના

રઘુવંશી સમાજના લગભગ 2 હજાર લોકો શનિવારે અયોધ્યા જવા રવાના થયા હતા. મધ્યપ્રદેશના જુદા જુદા જિલ્લાના રઘુવંશી સમુદાયના લોકો શિવપુરીમાં એકઠા થયા હતા અને અહીંથી 100 થી વધુ વાહનોમાં અયોધ્યા જવા માટે રવાના થશે. શિવપુરીથી લગભગ 100 વાહનોના કાફલાએ 15 જિલ્લાના રઘુવંશી સમુદાયના લોકોને એકઠા કર્યા છે તેમનું કહેવું છે કે, આપણે ભગવાન રામના વંશજ છીએ. […]

India
morgan 1 મધ્યપ્રદેશ: ભગવાન રામના વંશજ હોવાનો પુરાવો આપવા 2 હજાર લોકો અયોધ્યા જવા રવાના

રઘુવંશી સમાજના લગભગ 2 હજાર લોકો શનિવારે અયોધ્યા જવા રવાના થયા હતા. મધ્યપ્રદેશના જુદા જુદા જિલ્લાના રઘુવંશી સમુદાયના લોકો શિવપુરીમાં એકઠા થયા હતા અને અહીંથી 100 થી વધુ વાહનોમાં અયોધ્યા જવા માટે રવાના થશે. શિવપુરીથી લગભગ 100 વાહનોના કાફલાએ 15 જિલ્લાના રઘુવંશી સમુદાયના લોકોને એકઠા કર્યા છે

તેમનું કહેવું છે કે, આપણે ભગવાન રામના વંશજ છીએ. આ ભાવનાથી રઘુવંશી સમુદાયનું એક જૂથ અયોધ્યા જવા રવાના થયું છે. હકીકતમાં, આ દિવસોમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 9 ઓગસ્ટે રામ જન્મભૂમિના પક્ષના વકીલને પૂછ્યું હતું કે શું ખરેખર ભગવાન રામના વંશજ છે? ત્યારબાદથી, દેશભરના લોકોએ પોતાને રામના વંશજ હોવાનો દાવો કરીને, વિવિધ માધ્યમો દ્વારા તેમની વાતો જાહેર કરવી શરૂ કરી દીધી છે.

આ મુદ્દાને લઈને રઘુવંશી સમાજના લગભગ 2 હજાર લોકો શનિવારે અયોધ્યા જવા રવાના થયા હતા. મધ્યપ્રદેશના જુદા જુદા જિલ્લાના રઘુવંશી સમુદાયના લોકો શિવપુરીમાં એકઠા થયા હતા અને અહીંથી 100 થી વધુ વાહનોમાં અયોધ્યા રવાના થયા  છે.

અખંડ રઘુવંશી સમાજ કલ્યાણના રાષ્ટ્રીય અધ્યક્ષ હરીશંકર સિંહ રઘુવંશીએ જણાવ્યુ હતું કે,  ‘ભગવાન રામના વંશ વિશે સુપ્રીમ કોર્ટમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તર આપવાના હેતુ થી અયોધ્યા જઈ રહ્યાં છીયે. તેમનું કહેવું છે કે તેઓ ભગવાન રામ ના વંશજ છે.  અને દેશભરમાં રહે છે.

રવિવારે આ બધા લોકો અયોધ્યામાં સરયુ નદીમાં સ્નાન કર્યા પછી રામલાલાની મુલાકાત લેશે. શનિવારે, શિવપુરીથી ઝાંસી, કાનપુર અને લખનઉ થઈને મોડી રાત સુધીમાં અયોધ્યા પહોંચશે. શિવપુરીથી આ કાફલામાં 100 જેટલા વાહનોનો કાફલો છે. રઘુવંશી સમુદાયના લોકો મધ્ય પ્રદેશના લગભગ 15 જિલ્લાઓમાંથી એકઠા થયા છે. તેઓએ માંગ કરી હતી કે વહેલી તકે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.