Not Set/ મધ્યપ્રદેશ  : વિજળી  બની મોંઘી, 7% સુધીનો ભાવ વધારો

મધ્યપ્રદેશના વીજ વપરાશકર્તાઓને મોટો ફટકો પડવા જઈ  રહ્યો છે. મધ્યપ્રદેશ વીજળી આયોગે વીજળીની કિંમતમાં  7% જેટલો વધારો કર્યો છે. હવે રાજ્યમાં ઘરેલુ વપરાશકર્તા માટે વીજદરો માં 5.1%નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.  જયારે    કોમર્શિયલ વપરાશકર્તાઓ માટે 4.9% નો વધારો કરવામાં આવ્યો છે. નવા વીજદરો પ્રમાણે દરેક ઉપભોક્તાએ પ્રતિ યુનિટ 15 થી 30 પૈસા વધુ ચૂકવવા […]

India

મધ્યપ્રદેશના વીજ વપરાશકર્તાઓને મોટો ફટકો પડવા જઈ  રહ્યો છે. મધ્યપ્રદેશ વીજળી આયોગે વીજળીની કિંમતમાં  7% જેટલો વધારો કર્યો છે. હવે રાજ્યમાં ઘરેલુ વપરાશકર્તા માટે વીજદરો માં 5.1%નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.  જયારે    કોમર્શિયલ વપરાશકર્તાઓ માટે 4.9% નો વધારો કરવામાં આવ્યો છે. નવા વીજદરો પ્રમાણે દરેક ઉપભોક્તાએ પ્રતિ યુનિટ 15 થી 30 પૈસા વધુ ચૂકવવા પડશે. વીજ કંપનીઓ દ્વારા 50 યુનિટ માટે 20 પૈસા, 150 યુનિટ માટે 25 પૈસા, 300 યુનીટ માટે 30 પૈસા અને તેથી વધુ વીજ વપરાશ પર 20 પૈસા પ્રતિ યુનિટ  ભાવ વધારો લાગુ કરવામાં આવશે.

વીજ કંપનીઓ દ્વારા વીજ આયોગ ને 12% વીજ વધારા નો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. પરંતુ આયોગ દ્વારા 7%  સુધીના દરો  ને જ મંજૂરી  આપવામાં આવી છે.  વીજ કંપનીના નવા દર ઓગષ્ટ મહિનાથી  લાગુ પડશે. સપ્ટેમ્બર મહિનામાં આવવાવાળા બિલમાં આ નવા વીજદરો સાથેના જ બિલ ઉપભોક્તાએ ચૂકવવાના રહેશે વીજદરોની સાથે વીજ કંપની દ્વારા ફિક્સ ચાર્જ માં પણ રૂ. 10 નો વધારો  કરવામાં આવ્યો છે.