Mahabharat/ અભિમન્યુનું મોત અર્જુન માટે એક વજ્રઘાત સમાન હતું, પરંતુ….

કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનનો વીર પુત્ર અભિમન્યુ શક્તિશાળી યોદ્ધાઓ સામે એકલો લડ્યો અને એક પરાક્રમી યોદ્ધાની વીરગતિ પામ્યો. અર્જુન માટે તો આ કઠોર ઘા હતો. અર્જુન ચોધાર આંસુએ રડતો હતો

Dharma & Bhakti
trump 8 અભિમન્યુનું મોત અર્જુન માટે એક વજ્રઘાત સમાન હતું, પરંતુ....

કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનનો વીર પુત્ર અભિમન્યુ શક્તિશાળી યોદ્ધાઓ સામે એકલો લડ્યો અને એક પરાક્રમી યોદ્ધાની વીરગતિ પામ્યો. અર્જુન માટે તો આ કઠોર ઘા હતો. અર્જુન ચોધાર આંસુએ રડતો હતો.

ભગવાન શ્રીકૃષ્ણએ એને ઉપદેશ આપ્યો પણ વ્યર્થ. અર્જુન એ સ્વીકારવા જ તૈયાર નહોતો કે એનો પુત્ર હવે હયાત નથી. આથી શ્રીકૃષ્ણએ એને કહ્યું કે અભિમન્યુ હજી એની નજીકમાં જ છે. એનો આત્મા એક પોપટના શરીરમાં પ્રવેશ્યો છે. આ જાણીને અર્જુન પોપટ તરફ દોડ્યો.

અર્જુન જોરથી રડતાં રડતાં બોલ્યો, “મારા પુત્ર! મારા પુત્ર!”

પોપટ બોલ્યો, “કોણ પુત્ર અને કોણ બાપ? આગલા જન્મમાં હું તારો બાપ હતો અને તું મારો પુત્ર હતો. છેલ્લા જન્મમાં તું મારો બાપ હતો અને હું તારો પુત્ર હતો”.

Krishna in the Mahabharata - Wikipedia

હવે અર્જુનને સમજાયું કે કોઈએ મૃત્યુ પામેલાઓ માટે રડવું ન જોઈએ કારણકે પિતા-પુત્ર જેવા સંબંધો તો માત્ર દેહના જ હોય છે. આત્મા તો અમર છે અને કદી મરતો નથી. આપણે જેમ કપડાં બદલીએ છીએ એમ આત્મા શરીર બદલે છે