Not Set/ મહાજંગ-2019 : ચૂંટણી વલણ – ગાંધીનગર બેઠક પર ભાજપ અધ્યક્ષ અમીત શાહ આગળ

ગુજરાતની ખાસ કહેવાતી બેઠક ગાંધીનગરથી ભાજપ અધ્યક્ષ અમીત શાહ આગળ. ડૉ.સી.જેે.ચાવડાને મળી શકે છે હાર. અમીત શાહનાં ઘરની બહાર ખુશી અને જશ્નનો માહોલ. અમીત શાહ તાજેતરમાં 1 લાખ 30 હજાર મતો થી આગળ. ગુજરાતનાં કુલ 371 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ગુજરાત લોકસભાની 26 બેઠકો પરથી કુલ 371 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. સૌથી વધુ ઉમેદવાર(31) […]

Top Stories Gujarat

ગુજરાતની ખાસ કહેવાતી બેઠક ગાંધીનગરથી ભાજપ અધ્યક્ષ અમીત શાહ આગળ. ડૉ.સી.જેે.ચાવડાને મળી શકે છે હાર. અમીત શાહનાં ઘરની બહાર ખુશી અને જશ્નનો માહોલ. અમીત શાહ તાજેતરમાં 1 લાખ 30 હજાર મતો થી આગળ.

ગુજરાતનાં કુલ 371 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

ગુજરાત લોકસભાની 26 બેઠકો પરથી કુલ 371 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. સૌથી વધુ ઉમેદવાર(31) સુરેન્દ્રનગર તો સૌથી ઓછા પંચમહાલ(6)માં છે.

દેશ અને દુનિયાની નજર સ્વીટ 16 ક્રોસ કરી પરીપક્વતાનાં ઉંબરે ઉભેલી વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં પરિણામો પર મંડરાયેલી રહશે ત્યારે દેશભરનાં 36 રાજ્યોની 542 બેઠકો માટેની મતગણતરીનું કાઉન્ટ ડાઉન્ડ શરૂ થઇ ગયું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 28 જેટલા મતગણનાં કેન્દ્ર પર મત ગણતરી શરૂ થઇ ગઇ છે. મત ગણતરી સવારે 0800 કલાકથી શરૂ થઇ હતી. ત્યારે ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠકો મેળવી પાછલી લોકસભાની સ્થિતિ જાળવી રાખશે કે પછી કોંગ્રેસ ભાજપનાં ગઢમાં ગાબડા પાડી ગુજરાતમાં લાકોસભાનું ખાતુ ખોલાવશે તે પણ ઉત્તેજનાનો વિષય બની રહેશે. ત્યારે શરુઆતી વલણમાં ભાજપ 25 બેઠકો પર આગળ છે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંઘીનગર બેઠક પર આગળ, તો બાકીની લગભગ તમામ બેઠકો પર ભાજપ આગળ તો કોંગ્રેસ કાંટાની ટક્કર આપશે તે જોવાનુ રહ્યુ……   

ગુજરાતમાં કોંગ્રેસનાં તમામ દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે. ગાંધીનગરમાં અમિત શાહ 1 લાખ 30 હજાર મતોથી આગળ. ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસનાં એક માત્ર દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અમરેલીથી આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતની તમામ 26 બેઠકો  પરના વલણોની સ્થિતિ 

26 બેઠકો  ભાજપ  કોંગ્રેસ +  અન્ય
26/26 26 00 00

ગુજરાતીઓએ 64 ટકા મતદાન કરીને 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગરની લોકસભા બેઠક પર સૌ કોઇની નજર છે. ભાજપ માટે ગાંધીનગરની બેઠક સૌથી સલામત ગણાય છે. ગાંધીનગરથી વર્ષ 1996માં વાજપાઇ લડ્યા હતા અને જીત મેળવી હતી. બાદમાં તેમણે ગાંધીનગર બેઠક છોડી લખનઉ બેઠક સંભાળી હતી. ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ 7- વિધાનસભા સીટોમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતીનો સમાવેશ થાય છે. ગાંધીનગર લોકસભા બેઠકનાં કુલ મતદારો 12,14,155 છે. જ્યા પુરુષ મતદારોની સંખ્યા 6,24,202, મહિલા મતદારોની સંખ્યા 5,89,916 અને અન્ય મતદારોની સંખ્યા 37 છે. ગાંધીનગર લોકસભા બેઠકમાં જાતિવાદ ગણિતની વાત કરવામા આવે તો પાટીદારો 15, ક્ષત્રિય 15, મુસ્લિમો 7 ટકા જ્યારે દલિત, ઓબીસી, બ્રાહ્મણ, વાણીયા અને જૈનની સરખી વસતી છે.

ગાંધીનગરનો રાજકીય ઈતિહાસ

વર્ષ 2014માં આ બેઠક પરથી ભાજપનાં કદ્દાવર નેતા લાલકૃષ્ણ અડવાણીએ જીત મેળવી હતી. જ્યા આ વખતે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ મેદાને ઉતર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસનાં 2017માં ગાંધીનગર વિધાનસભા ફતેહ કરનાર ડૉ.સી.જે.ચાવડા મેદાનમાં ઉતર્યા છે. આ પહેલા ગાંધીનગર બેઠકથી આનંદીબેન પટેલ અને અનાર પટેલનું નામ ચર્ચામાં હતું. ગાંધીનગર લોકસભા બેઠકમાં ઘાટલોડિયા અને નારણપુરાનાં સવર્ણો ભાજપ તરફી જોવા મળે છે. જ્યારે ગાંધીનગર ઉત્તર, કલોલ અને સાણંદમાં જનતાને ભાજપ સામે રોષ જોવા મળ્યો છે. અહીનાં ગાંમડાઓની વાત કરવામાં આવે તો ક્ષત્રિય મતદારોની સંખ્યા વધુ છે.

ગાંધીનગર લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ

ગાંધીનગર લોકસભાની બેઠક માટે ભાજપે પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહને પસંદ કર્યા. અમીત શાહ હાલમાં ભાજપનાં રાષ્ટ્રીય  પ્રમુખ અને રાજ્યસભા સાંસદ છે. તે 2014માં ભાજપનાં રાષ્ટ્રીય  પ્રમુખ બન્યા હતા. જ્યારે ડૉ. સી.જે. ચાવડા હાલ ગાંધીનગર ઉત્તરથી કોંગ્રેસનાં ધારાસભ્ય છે. તેઓ વ્યવસાયે વેટરનરી ડોક્ટર અને સર્જન છે.