Not Set/ મહાજંગ – 2019 : મહેસાણા બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

મહેસાણા ગુજરાતની રાજનીતિનું મુખ્ય કેન્દ્ર રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણા જીલ્લાનાં વડનગર વિસ્તારનાં છે. આ જિલ્લો અનમાત આંદોલન માટે ઉદગમસ્થાન હતું. ૧૯૮૪નાં વર્ષમાં ઈન્દ્રિરા ગાંધીની હત્યા થઇ ત્યાર બાદ દેશમાં લોકસભા ચૂંટણી આવી હતી તે સમયે આખા દેશમાં કોંગ્રેસની હવા ચાલી હતી અને વિરોધી પાર્ટી ધરાશાય થઇ ગઈ હતી. આખા દેશમાં ભાજપની માત્ર બે બેઠક આવી […]

Top Stories

મહેસાણા ગુજરાતની રાજનીતિનું મુખ્ય કેન્દ્ર રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણા જીલ્લાનાં વડનગર વિસ્તારનાં છે. આ જિલ્લો અનમાત આંદોલન માટે ઉદગમસ્થાન હતું. ૧૯૮૪નાં વર્ષમાં ઈન્દ્રિરા ગાંધીની હત્યા થઇ ત્યાર બાદ દેશમાં લોકસભા ચૂંટણી આવી હતી તે સમયે આખા દેશમાં કોંગ્રેસની હવા ચાલી હતી અને વિરોધી પાર્ટી ધરાશાય થઇ ગઈ હતી. આખા દેશમાં ભાજપની માત્ર બે બેઠક આવી હતી એમાં મહેસાણા બેઠક ભાજપે જીતી હતી અને એક સીટ આંધ્રપ્રદેશની હતી. મહેસાણા લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં ઊંજા, વિસનગર, બહુચરાજી, કડી, મહેસાણા, વિજાપુર અને માણસાનો સમાવેશ થાય છે. મહેસાણા બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું તેનું કારણ પાટીદારો છે. મહેસાણા બેઠક પર જ્ઞાતિનાં સમીકરણોમાં પાટીદારોનો હાથ ઉપર છે. આ મતવિસ્તારમાં કુલ મતદારોના 35 ટકા પાટીદારો છે જ્યારે 20 ટકા ઠાકોર મતદારો છે. 5 ટકા જેટલા આંજણા પટેલ એટલે કે ચૌધરી મતદારો છે. દલિત મતદારોની ટકાવારી 7 ટકા જેટલી છે.  બ્રાહ્મણ, વાણિયા, સોની સહિતનાં સવર્ણોની સંખ્યા પણ નોંધપાત્ર છે. આ સિવાય રાવળ, દેવીપૂજક સહિતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મતદારોની સંખ્યા 5 ટકા જેટલી છે જ્યારે ક્ષત્રિય મતદારોનું પ્રમાણ 2 ટકા છે.  મુસ્લિમ મતદારો માંડ 2 ટકા જેટલા છે.

મહેસાણાનો રાજકીય ઈતિહાસ

ગુજરાતની લોકસભા બેઠકોમાં સૌથી અનોખી બેઠક મહેસાણાની છે. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં લોકસભાની કુલ 16 ચૂંટણી યોજાઈ. મહેસાણામાં આત્મારામ મગનદસા પટેલના નિધનના કારણે 2002માં પેટાચૂંટણી કરવી પડેલી. આમ મહેસાણા લોકસભા બેઠક પર કુલ 17 વાર ચૂંટણી થઈ અને તેમાંથી 13 વાર કોંગ્રેસ વિરોધી ઉમેદવાર જીત્યા છે. માત્ર 4 વાર કોંગ્રેસ આ બેઠક પર જીતી છે. ભારતમાં લોકસભાની બીજી કોઈ બેઠક પર આ હદે કોંગ્રેસ વિરોધી વલણ નહીં જોવા મળે. મહેસાણા બેઠક વિશે એક રસપ્રદ વાત એ પણ છે કે, આ બેઠક પરથી સરદાર વલ્લભભાઈ પટેલનાં પુત્રી મણિબેન 1977માં જીત્યાં હતાં. મણિબેન તેમના વતન આણંદની લોકસભા બેઠક પર હારી ગયેલાં પણ મહેસાણાએ તેમને જીતાડીને લોકસભામાં મોકલેલાં ને સરદાર પટેલના પરિવારનું ગૌરવ જાળવેલું.

મહેસાણા લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ

શારદાબેન . પટેલ (ભાજપ ઉમેદવાર)

પૂર્વ ઉદ્યોગમંત્રી સ્વ. અનીલ પટેલના ધર્મપત્ની

ગણપત યુનિવર્સીટીનાં

એફ.વાય. બી.એ. સુધીનો અભ્યાસ

સ્ત્રી કેળવણી ઉત્તેજન મંડળ(સ્કુમ)નાં વાઈસ પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી

ધરતી વિકાસ મંડળનાં ડીરેક્ટર

સાંકળચંદ પટેલ યુનિવર્સીટી, વિસનગરનાં ટ્રસ્ટી

 

 

અંબાલાલ જે. પટેલ (કોંગ્રેસ ઉમેદવાર)

બી.ઈ. મીકેનીકલ સુધીનો અભ્યાસ

૨૫ વર્ષ ક્લાસ વન અધિકારી તરીકેનો અનુભવ

પાટણ જી. પંચાયત પ્રમુખ તરીકેનો અનુભવ

મહેસાણા અર્બન કો. ઓપ. બેન્કનાં ડાયરેક્ટર