Maharashtra CM Oath Ceremony : ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (devendra fadnavis) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને NDA શાસિત રાજ્યોના અન્ય મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનોએ તેમની હાજરી નોંધાવી હતી.
એકનાથ શિંદે (Eknath Shinde)એ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી.
અજિત પવારે (Ajit Pawar) મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી.
દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. તેમણે મરાઠીમાં શપથ લીધા. ફડણવીસ બાદ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. શપથ લેતા પહેલા તેમણે બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનું નામ લીધું હતું. પીએમ મોદી અને અમિત શાહનો આભાર માન્યો.
મહાયુતિએ મહારાષ્ટ્રમાં એવું તોફાન મચાવ્યું કે તેણે 288માંથી 230 બેઠકો જીતી અને મહાવિકાસ આઘાડી માત્ર 46 બેઠકો પર જ સમેટાઈ ગઈ. મહાયુતિ ગઠબંધન MVA કરતાં લગભગ પાંચ ગણી બેઠકો જીતી ચૂક્યું છે. મતલબ કે મહારાષ્ટ્રમાં મહાયુતિનું વાવાઝોડું ફૂંકાયું છે અને એમવીએનો વિનાશ થઈ ગયો છે.
આ પણ વાંચો:મહાયુતિમાં કોઈ મતભેદ નથીઃ એકનાથ શિંદે
આ પણ વાંચો:મહારાષ્ટ્રના કાર્યવાહક સીએમ એકનાથ શિંદેની તબિયત લથડી : ઘેર દોડ્યાં ડોક્ટર