કોંગ્રેસે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ચાલી રહેલા ઝઘડા વચ્ચે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા નિતિન રાઉતે કહ્યું કે, ભાજપ સતત કોંગ્રેસનાં ધારાસભ્યોને પૈસાની લાલચ આપીને તોડવાનો પ્રયાસ કરી રહી છે. ગઈ કાલે અમારા બંને ધારાસભ્યોને ભાજપે 25 કરોડની ઓફર કરી છે, આ પહેલા પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કર્ણાટકમાં ભાજપે જે રીતે પૈસા અને બાહુબલની શક્તિનો ઉપયોગ કર્યો હતો, તે જ પદ્ધતિ મહારાષ્ટ્રમાં અપનાવવામાં આવી રહી છે. અમે હોર્સ ટ્રેંડિંગને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.
નીતિન રાઉતે ભાજપ પર પાર્ટીનાં ધારાસભ્યોની ખરીદી-વેચાણનો આરોપ લગાવ્યો છે, પરંતુ કોંગ્રેસનાં ધારાસભ્યોને કોઈ રિસોર્ટ અથવા હોટેલમાં લઈ જવાની ચર્ચાને મહારાષ્ટ્ર વિધાનસભાનાં વિપક્ષી નેતા વિજય વાદેત્તિવારે નકારી છે. વિજય વાદેત્તિવારે કહ્યું છે કે અમે અમારા ધારાસભ્યોને ક્યાંય લઈને જઇ રહ્યા નથી, બધા પોતાના ઘરોમાં છે. જો કોઈ ધારાસભ્ય કોઇ જગ્યાએ જઇ રહ્યા હોય, તો તે પાર્ટીનાં આદેશ પર નહી પણ ખાનગી સ્તરે જઇ રહ્યા છે.
Nitin Raut,Maharashtra Congress leader: There were reports that some Congress MLAs were approached by BJP leaders with money. Yesterday one or two of our MLAs were offered around Rs 25 crore. We will do our best to stop the horse trading pattern that started in Karnataka. pic.twitter.com/wxe7iZJOra
— ANI (@ANI) November 8, 2019
આ સાથે જ કોંગ્રેસનાં નેતા હુસેન દલવાઈએ પાર્ટીનાં તમામ ધારાસભ્યોની એકતા અંગે વાત કરી છે. તેમણે કહ્યું, અમારી પાર્ટીનો એક પણ ધારાસભ્ય ક્યાંય જશે નહીં. હાઈકમાન્ડનો કમાન્ડ જે પણ હશે, દરેક તેને સ્વીકારશે. અમે ભાજપને સરકાર બનાવવાની મંજૂરી આપીશું નહીં. અમારા ગઠબંધનનો ભાગીદાર એનસીપી પણ અમારી સાથે છે, લોકોએ મહારાષ્ટ્રને બચાવવા માટે અમને મત આપ્યા છે અને અમે તે કામ કરીશું.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રનું રાજકીય વાતાવરણ હજુ પણ ગુંચવાળાથી બહાર આવી શક્યુ નથી. ત્યારે ભાજપ-શિવસેના સમજણથી સરકાર બનાવી શકે તેના હાલમાં કોઇ એંધાણ દેખાઇ રહ્યા નથી. જો આજે આ મુદ્દે નિર્ણય આવતો નથી તો રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ શકે તેવી સંભાવનાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
