Not Set/ મહારાષ્ટ્રમાં આજે નોધાયા  12557 નવા કેસ, મૃત્યુઆંક 1 લાખને વટાવી ગયો

કોરોના વાઇરસની બીજી લહેરે મહારાષ્ટ્રને ઘમરોળી ને મુકીદીધું હતું. પરંતુ હ આવે કોરોના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યોછે.   જે તો સાથે રાજ્યમાં આજે કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે.

India

કોરોના વાઇરસની બીજી લહેરે મહારાષ્ટ્રને ઘમરોળી ને મુકીદીધું હતું. પરંતુ હ આવે કોરોના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યોછે.   જે તો સાથે રાજ્યમાં આજે કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. આજે મહારાષ્ટ્રમાં 233 લોકોનાં મોત થયાં, ત્યારબાદ કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1,00,130 પર પહોંચી ગઈ.

આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 12,557 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે. તે જ સમયે, 14,433 દર્દીઓ સાજા થયા હતા અને તેમને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં કુલ સ્વસ્થ્ય થતા લોકોની સંખ્યા 55,43,267 થઈ ગઈ છે.  જે સાથે રાજ્યમાં રીકવરી દર 95.05% છે અને મૃત્યુ દર 1.72 ટકા છે. હવે રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1,85,527 છે.

મુંબઈમાં પણ કેસ ઘટતા જાય છે

મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના ચેપના 786 નવા કેસ નોંધાયા હતા અને તે જ સમયે 20 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. શહેરમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા આજે 7,10,643 પર પહોંચી ગઈ છે. કુલ મોતની સંખ્યા હવે 14,971 પર પહોંચી ગઈ છે.

કડક નિયમો દુર કરવા સીએમ ઉદ્ધવ કહ્યું 

પ્રતિબંધોને હળવા કરવા અંગે આજે સીએમ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું કે કોરોનાનું સંકટ હજી પૂરું થયું નથી. તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રતિબંધ નાબૂદ કરવામાં આવ્યા નથી. જિલ્લા કક્ષાએ વહીવટી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો  અંગે નિર્ણય લેશે. તેમણે કહ્યું કે ભીડ અને કોરોના સંબંધિત નિયમો તોડવા ક્યાંય પણ સહન કરવામાં આવશે નહીં.

મોટી રાહત / 12 લોકોના મોત સાથે આજે નોધાયા માત્ર 848 નવા કેસ

ઘાતકી મહામારી / રામ રહીમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મેદાંતા હોસ્પિટલમાં દાખલ, હનીપ્રીત મળવા પહોંચી