Not Set/ મહારાષ્ટ્રના ગૃહમંત્રી એનઆઈએ ને તપાસમાં સહયોગ આપવા સંમત

દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરના બહારથી  થોડાક સમય અગાઉ  શંકાસ્પદ  મળી  આવેલ કારને લઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને દિલ્હી ખાતે એનસીપીના  નેતા  શરદ  પવારને  મળ્યા  હતા જે બાદ ગૃહમંત્રીએ  જણાવ્યું  હતું કે ઉદ્યોગપતિ મુકેશ  અંબાણીના  ઘરની બહારથી  મળી  આવેલ શંકાસ્પદ  કાર અને મનસુખ  હીરેનની હત્યા ની  તપાસ  એનઆઈએ અને  એટીએસ  સાથે  મળીને  તપાસ  ચલાવી  રહી  […]

India

દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરના બહારથી  થોડાક સમય અગાઉ  શંકાસ્પદ  મળી  આવેલ કારને લઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને દિલ્હી ખાતે એનસીપીના  નેતા  શરદ  પવારને  મળ્યા  હતા જે બાદ ગૃહમંત્રીએ  જણાવ્યું  હતું કે ઉદ્યોગપતિ મુકેશ  અંબાણીના  ઘરની બહારથી  મળી  આવેલ શંકાસ્પદ  કાર અને મનસુખ  હીરેનની હત્યા ની  તપાસ  એનઆઈએ અને  એટીએસ  સાથે  મળીને  તપાસ  ચલાવી  રહી  છે. તેમજ અગાઉ  જયારે કેસ ની  તપાસ  એનઆઈએ ને  સોંપવામાં  આવી  હતી. ત્યારે ઉદ્ધવ ઠાકરે દ્વારા  વાંધો ઉઠાવવા માં  આવ્યો હતો.

આ પણ  વાંચો:શામળાજી મંદિરના શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર, ટૂંકા વસ્ત્રો પહેર્યા હશે તો મંદિરમાં પ્રવેશ નહીં મળશે

વધુમાં  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  ઉદ્ધવ  ઠાકરેએ જણાવ્યું  હતું કે એટીએસ સમગ્ર  મામલે  તપાસ  કરવા સક્ષમ  છે.  ત્યારે એનઆઈએ કેસની  તપાસ  કરી રહેલ અધિકારી  સચિન વાજે ની  ધરપકડ  કરી  છે. તેમજ મનસુખ  હીરેનની  હત્યામાં  પણ  સચિન વાજેની  સંડોવણી  હોવાનું  એનઆઈએ માની રહી  છે.  તેમજ  સચિન વાજેના  ઘરે  પાડવા  આવેલ દરોડામાં  પણ  વાંધા  જનક  વસ્તુઓ  મળી આવી  છે. જેને  લઈને  એનઆઈએ દ્વારા સચિન વાજે ની  પૂછપરછ  કર્યા  બાદ  હવે  એટીએસ પણ સચિન  વાજે ની અટકાયત  કરી  તેઓની  પૂછપરછ  કરી  શકે  તેવું  માનવામાં  આવી  રહ્યું છે.