Not Set/ ગઢચરોલીમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા

આજે મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયુ છે. આ એન્કાઉન્ટરમાં પોલીસે 6 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

Top Stories India
a 7 ગઢચરોલીમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા

આજે મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયુ છે. આ એન્કાઉન્ટરમાં પોલીસે 6 નક્સલવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા તમામ નક્સલવાદીઓનાં મૃતદેહો મળી આવ્યા છે.

એરફોર્સ ચિંતિત / પંજાબમાં મોટી દુર્ઘટના, ફાઇટર જેટ મિગ-21 થયુ ક્રેશ

ગઢચિરોલીનાં એટાપલ્લીનાં જંગલોમાં મહારાષ્ટ્ર પોલીસનાં સી-60 યુનિટ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ ટીમને આ વિસ્તારનાં નક્સલવાદીઓ વિશે માહિતી મળી હતી. જે બાદ પોલીસની સી-60 કમાન્ડો ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયગાળા દરમિયાન નક્સલવાદીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. અત્યારે આ વિસ્તારમાં પોલીસ ટીમનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં વધુ નક્સલવાદીઓનાં મોત થયા હોવના સમાચાર છે. જો કે, અત્યાર સુધી મળેલી લાશની ઓળખ થઈ શકી નથી. ગઢચિરોલીનાં પોલીસ અધિક્ષક અંકિત ગોયલે એન્કાઉન્ટરમાં 6 નક્સલવાદીઓનાં મોતની પુષ્ટિ કરી છે. જણાવી દઇએ કે, મહારાષ્ટ્રનાં ગઢચિરોલી વિસ્તાર છત્તીસગઢની સરહદ પર છે. આ આખો વિસ્તાર નક્સલવાદથી પ્રભાવિત છે.

ઇઝરાયલ-હમાસ સંઘર્ષ / અમેરિકાના દબાણના પગલે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ

આ અગાઉ 29 માર્ચે ગઢચિરોલીનાં ખોબ્રામેન્ધાનાં જંગલમાં સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટર બાદ બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા પાંચ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. શનિવારે સવારે ગઢચિરોલી પોલીસની સી-60 કમાન્ડો ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી હતી ત્યારે પ્રથમ એન્કાઉન્ટર થયું હતું. જુદા જુદા સ્થળોએ જંગલમાં છુપાયેલા લગભગ 50-60 ઉગ્રવાદીઓ સાથે એન્કાઉન્ટર થયા હતા અને ઉગ્ર ફાયરિંગ થયું હતું. બંને તરફથી ગોળીબાર એક કલાકથી વધુ સમય સુધી ચાલુ રહ્યો હતો, ત્યારબાદ નક્સલીઓએ પીછેહઠ કરી અને સવારે તે જંગલમાં ભાગી ગયા હતા. ત્યારબાદમાં પોલીસે આજુબાજુનાં વિસ્તારમાં શોધખોળ કરતા આ વિસ્તારમાંથી 3 પ્રેશર કૂકર બોમ્બ, 303 રાઇફલ મેગેઝિન, ઇલેક્ટ્રિકલ વાયરનાં બંડલ, ફાયર-ક્રેકર બોમ્બ, દવાઓ અને અન્ય સામગ્રી મળી આવી હતી. બીજા એન્કાઉન્ટર દરમિયાન, સી-60 કમાન્ડોએ બે મહિલાઓ સહિત પાંચ નક્સલીઓને ઠાર કર્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

kalmukho str 17 ગઢચરોલીમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા