મહારાષ્ટ્રના સોલાપુરમાં એક પિતાએ તેમની પુત્રીના લગ્નમાં આવતા લોકોને ભેટ રૂપે એવી વસ્તુ આપી તે તમામ લોકોના હોશ ઉડી ગયા..
મહારાષ્ટ્રના સોલાપુરમાં યોજાયેલા લગ્નમાં આપેલી ગિફ્ટ ચર્ચાનો વિષય બની છે. એક પિતાએ તેમની પુત્રીના લગ્નમાં આવનારા લોકોને 750 કેસર કેરીના રોપ ભેટ કર્યા છે. પુત્રીના પિતાએ મહેમાનોને આ અનોખી ભેટ આપી વૃક્ષારોપણનો સંદેશો આપ્યો છે અને તેમને પર્યાવરણ માટે જવાબદારીનો અનુભવ કરાવ્યો છે.
આ મહિલાએ અને તેમના બાળકોએ 4 દિવસ સુધી પીધું પોતાનું જ યુરીન, જાણો શું છે મામલો

મહારાષ્ટ્રના માધા તાલુકાના માણેગાંવમાં રહેતી શીતલ રઘુનાથ પારદેના લગ્ન કપસેવાડીમાં રહેતા ભરત ભિવાજી કપ્સે સાથે થયા હતા.
જેમાં શીતલના પિતા રઘુનાથ પારદેએ લગ્નના તમામ મહેમાનોનો ગિફ્ટમાં કેસર કેરીના રોપ આપ્યા હતા. દુલ્હનના પરિવાર દ્વારા કરવામાં આવેલા આ અનોખા કામની ચર્ચા થઇ રહી છે. સોલાપુરનું આ લગ્ન સમગ્ર મહારાષ્ટ્રમાં પણ ચર્ચાનો વિષય બની રહ્યું છે. સોના-ચાંદીની ભેટોથી લાખો રૂપિયાનું પાણી થઇ જાય છે. જો કોઈ વ્યક્તિ આવી કોઈ ગિફ્ટ આપે છે અને જો તે ભેટમાં કોઈ સારો સંદેશ હોય છે, અને આવું એક યાદગાર ઉદાહરણ બની જાય છે.

છોકરાના પરિવારજનોએ પણ વખાણ કર્યા
સોલાપુરના માણેગાંવમાં યોજાયેલા આ લગ્ન સમારોહમાં યુવતીના પિતા રઘુનાથ પારદે અને માતા સવિતાએ આ વિશેષ ગિફ્ટ આપીને જાનૈયાઓનું સ્વાગત કર્યુ અને એક અનોખી મિસાલ રજૂ કરી હતી, છોકરાના પરિવારે પણ છોકરી તરફથી કરવામાં આવેલા આ પ્રયત્નોની પ્રશંસા કરી છે. આ કાર્યક્રમની પ્રશંસા કરતાં ગ્રામજનોએ પણ તેમાં ભાગ લીધો હતો.
