દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. કલ્પના કરો કે એક પુસ્તકની કિંમત કેટલી હોઈ શકે છે? બહુ પ્રખ્યાત પુસ્તક માટે પણ માત્ર થોડા હજાર રૂપિયા જ ખર્ચવા પડી શકે છે. જો કે, પુસ્તકની એક આવૃત્તિ, જે હેરી પોટરની વાર્તા વર્ણવે છે, જે બાળકો અને પુખ્ત વયનાં લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે, તે $471,000 એટલે કે ભારતીય ચલણમાં 3,56,62,942.50 રૂપિયામાં વેચાઈ છે.
આ પણ વાંચો – ગજબ છે ..! / શ્રીલંકામાં મળ્યો 400 મિલિયન વર્ષ જૂનું વિશ્વનો સૌથી મોટો નીલમ, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ
જ્યારે હેરી પોટરનું પ્રથમ સંસ્કરણ અમેરિકામાં હરાજી માટે મૂકવામાં આવ્યું હતું, ત્યારે તેની કિંમત 35 મિલિયન એટલે કે 3 કરોડ રૂપિયા પાર થઈ જતાં એક અલગ રેકોર્ડ સર્જાયો હતો. તે વીસમી સદીની સૌથી મોંઘી વેચાતી ફિક્શન બૂક બની ગઇ છે. તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 1997 માં પ્રકાશિત થઈ હતી અને તે હાર્ડ કવર બાઇડિંગની હતી. આ બ્રિટિશ એડિશનનું નામ “Harry Potter and the Philosopher’s Stone” છે. જણાવી દઇએ કે, હેરી પોટર બ્રિટિશ લેખક જેકે રોલિંગ દ્વારા લખાયેલી કાલ્પનિક નવલકથાઓની સીરીઝ છે, જેના પર એક ફિલ્મ પણ બની છે. તમે બધા જાણતા જ હશો કે દરેક વ્યક્તિને હેરી પોટર સીરીઝની ફિલ્મો ગમે છે. કરોડોનાં ખર્ચે વેચાયેલ પુસ્તકને હેરિટેજ ઓકશન દ્વારા જાદુઈ ગણાવ્યું છે. આ બ્રિટિશ આવૃત્તિ પુસ્તક અમેરિકામાં હેરી પોટર એન્ડ ધ સોર્સર સ્ટોન (“Harry Potter and the Philosopher’s Stone”) તરીકે પ્રકાશિત થયું હતું. અગાઉ, જ્યારે પ્રથમ સંસ્કરણ હરાજી માટે મૂકવામાં આવ્યું હતું, ત્યારે તેની કિંમત 1.1-1.4 કરોડ હતી. આ પુસ્તક અમેરિકાનાં એક કલેક્ટર દ્વારા વેચવામાં આવ્યું છે, જ્યારે તેને ખરીદનાર વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
A new #WORLDRECORD for Harry Potter!
A first edition hardback of #JKRowling’s “#HarryPotter and the Philosopher's Stone” opened live bidding at $75,000. Heated bidding drove the final price to $471,000. Auctioneer Mike Provenzale makes the magical call!✨https://t.co/Qo6SnPFI3v pic.twitter.com/Epor6e40VG
— Heritage Auctions (@HeritageAuction) December 9, 2021
હેરી પોટરની વાર્તા બ્રિટિશ લેખક જેકે રોલિંગ દ્વારા લખવામાં આવી છે. આ ઉપરાંત પુસ્તકની 6 વધુ આવૃત્તિઓ લખાઈ છે. વિશ્વભરમાં આ પુસ્તકની 500 મિલિયન નકલો વેચાઈ છે. તેનો 80 ભાષાઓમાં અનુવાદ થયો હતો. આ પુસ્તક પર આધારિત આઠ ફિલ્મો પણ બનાવવામાં આવી હતી, જેણે વૈશ્વિક બોક્સ ઓફિસ પર અબજોની કમાણી કરી છે.
