Not Set/ મહાત્મા ગાંધીનાં સ્વતંત્રતા સંઘર્ષ અને સત્યાગ્રહને ભાજપ સાંસદે ગણાવ્યું નાટક

કર્ણાટકનાં ભાજપનાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેએ ફરી એકવાર ખૂબ વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે તેમનું લક્ષ્ય મહાત્મા ગાંધી છે, જેમના સત્યાગ્રહ અને સ્વતંત્રતા ચળવળને તેમણે ફક્ત નાટક ગણાવ્યું છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે, સત્યાગ્રહ અને આમરણ અનશનોનાં કારણે બ્રિટિશરોએ ભારત છોડી દીધું હતું તે વાત તદ્દન ખોટી છે. […]

Top Stories India

કર્ણાટકનાં ભાજપનાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેએ ફરી એકવાર ખૂબ વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે તેમનું લક્ષ્ય મહાત્મા ગાંધી છે, જેમના સત્યાગ્રહ અને સ્વતંત્રતા ચળવળને તેમણે ફક્ત નાટક ગણાવ્યું છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે, સત્યાગ્રહ અને આમરણ અનશનોનાં કારણે બ્રિટિશરોએ ભારત છોડી દીધું હતું તે વાત તદ્દન ખોટી છે. કોંગ્રેસે તેમના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે અને તેમને માનસિક હોસ્પિટલમાં મોકલવાની સલાહ આપી છે. જ્યારે કર્ણાટક ભાજપે હેગડેનાં નિવેદનથી પોતાને દૂર કરતા કહ્યુ કે તેઓ મહાત્મા ગાંધીનું ખૂબ સમ્માન કરે છે અને તેમણે આવા નિવેદનોને ખૂબ ‘તુચ્છ’ ગણાવ્યા છે.

કર્ણાટકનાં ઉત્તરા કન્નડ લોકસભા મતક્ષેત્રનાં છ વખતનાં સાંસદ અનંતકુમાર હેગડેએ કહ્યું છે કે, સંપૂર્ણ સ્વતંત્રતા ચળવળ બ્રિટીશરોની સંમતિ અને ટેકાથી ચલાવવામાં આવી હતી. જાહેર કાર્યક્રમમાં તેમણે દાવો કર્યો હતો કે, ‘તેમાથી એક પણ તથાકથિત નેતાને એકવાર પણ પોલીસે ડંડાથી ફટકાર્યા નથી. તેમનું સ્વતંત્રતા ચળવળ એક મોટું નાટક હતું. આ નેતાઓએ અંગ્રેજોની પરવાનગીથી તેમને ઉભા કર્યા હતા. તે વાસ્તવિક યુદ્ધ નહોતી. તે માત્ર ‘સંવાદિતા’ સ્વતંત્રતા સંગ્રામ હતો. ‘ તેમણે મહાત્મા ગાંધીની ભૂખ હડતાલ અને સત્યાગ્રહની પણ મજાક ઉડાવતા તેને ફક્ત ‘નાટક’ ગણાવ્યું. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, ‘કોંગ્રેસનાં લોકો કહેતા રહ્યા છે કે ઉપવાસ કે સત્યાગ્રહનાં કારણે આપણને આઝાદી મળી છે. આ સાચું નથી. સત્યાગ્રહનાં કારણે બ્રિટિશરોએ ભારત છોડ્યું ન હોતુ.’

કર્ણાટક ભાજપે હેગડેનાં નિવેદન પર ખુદને અલગ કરી દીધી છે. પાર્ટી તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, તેણે જે કાંઈ કહ્યું છે તેને તે માન્ય નથી. ભાજપનાં પ્રદેશ પ્રવક્તા જી મધુસુદને કહ્યું છે કે, આરએસએસ મહાત્મા ગાંધીનું ખૂબ સન્માન કરે છે અને આવી ‘તુચ્છ’ ટિપ્પણીઓને ટેકો આપતી નથી. જોકે, તેમના નિવેદનમાં કર્ણાટક કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે. પક્ષનાં પ્રદેશ પ્રવક્તા વી.એસ. ઉગરપ્પાએ તેમની ટિપ્પણીની નિંદા કરી છે અને કહ્યું છે કે આવી વાતો માટે તેમને માનસિક હોસ્પિટલમાં મોકલવા જોઈએ. જ્યારે કર્ણાટકનાં પૂર્વ મંત્રી અને કોંગ્રેસનાં ધારાસભ્ય પ્રિયાંક ખડગેએ કહ્યું હતું કે, તેઓ આવા ઉશ્કેરણીજનક નિવેદનો આપીને હેડલાઇન્સ બનાવવા માંગે છે. તેમણે કહ્યું, ‘હવે તે મંત્રી નથી. તેમના સમાચાર પ્રકાશિત થતા નથી. તે નકામી વાતો કરીને વડા પ્રધાન મોદીને પ્રભાવિત કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.