બજેટ 2022/ માત્ર લાગણી ભડકાવીને દેશ ન ચાલી શકે, બજેટમાં યોગ્ય સુધારા કરો નિર્મલાબેન..! : વિરજીભાઈ ઠુમ્મર

એરપોર્ટ એરલાઇન્સ વગરનો દેશ બની ગયો છે રેલવે પણ વહેંચાઈ ગઈ છે અનેક પીએસીયું વેચી નાખ્યાં છે.  બજેટને દિશાવિહીન છે કોઈ પણ પ્રકારની રાહત ન આપનારું છે.  ફરી સુધારા કરવા નિર્મલાજી ને અપીલ  કરી હતી. 

Top Stories Gujarat
દિશાવિહીન માત્ર લાગણી ભડકાવીને દેશ ન ચાલી શકે, બજેટ વિરજીભાઈ ઠુમ્મર

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે ચોથું બજેટ રજુ કર્યુ છે..જે અંગે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમરે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે બજેટને દિશાવિહીન ગણાવી તેમાં સુધારા કરવા નાણામંત્રી નિર્મલા સિતારમણને અપીલ કરી છે.

  • કેન્દ્રના બજેટ અંગે વિરજી ઠુંમરે આપી પ્રતિક્રિયા
  • લાઠી બાબરાના ધારાસભ્ય છે વિરજી ઠુંમર
  • “ખેડુતો આત્મ વિલોપન કરે તેવી રીતનીતિ બજેટમાં”
  • “ગરીબો માટે મકાન બનાવવા અંગે બજેટમાં યોજના નથી”
  • તેમણે બજેટને દિશાવિંહોણુ કહી સુધારા માટે અપીલ કરી

કેન્દ્રમાં નિર્મલા સિતારમણએ બજેટ રજૂ થતા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમરએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે, ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરતી સરકારે  પેટ્રોલ, ડીઝલ, જંતુનાશક દવાઓના ભાવ વધાર્યા છે, ખેડૂતો આત્મવિલોપન તરફ વળેએ પ્રકાર રીતિનીતિ બજેટમાં જણાઈ રહી છે.

અનેક ગરીબ લોકો રાત્રી જમ્યા વગર રાત્રી પસાર કરે છે.  રોડ રસ્તાઓ પર ગરીબ લોકો સુતા રહે છે.  એમના માટે સરકાર મકાન બનાવવાની કોઈ યોજના લાવ્યા નથી. રોજગારી વધારવા માટે કોઈ તકો નથી દેશ ફરી વિદેશી તાકાતો તરફ આગળ વધતો જશે. અંગ્રેજોએ જે પરિસ્થિતિ નિર્માણ કરી એ પરિસ્થિતિ નિર્માણ થતી જણાઈ રહી છે.

માત્ર લાગણી ભડકાવીને દેશ ન ચાલી શકે કોઈ પણ યોજના હોય તે રજૂ કરવી જોઈએ. એરપોર્ટ એરલાઇન્સ વગરનો દેશ બની ગયો છે રેલવે પણ વહેંચાઈ ગઈ છે અનેક પીએસીયું વેચી નાખ્યાં છે.  બજેટને દિશાવિહીન છે કોઈ પણ પ્રકારની રાહત ન આપનારું છે.  ફરી સુધારા કરવા નિર્મલાજી ને અપીલ  કરી હતી.

બજેટ 2022 / ટ્વિટર અને ફેસબુક પર મીમ્સનો વરસાદ, લોકો શેર કરી રહ્યા છે ‘હાલ-એ-બજેટ’

કિશન ભરવાડ હત્યા કેસ / મૌલાના કમરગની ઉસ્માની ચલાવે છે તહરિક-એ-ફરોગ ઇસ્લામ નામનુ સંગઠન, જે યુવાનોને શીખવે છે કટ્ટરતા