શું તમે દરરોજ એક વેરાયટી ખાઈને કંટાળી ગયા છો?તો આજે બનાવો ચીઝ વેજ ફ્રેન્કી, સ્વાદ માં ટેસ્ટી લાગશે તેમજ ખાવાની મજા પડી જશે
-
સામગ્રી
-
3 નગ બાફેલાં બટાકાં નો માવો
-
1/2 બાઉલ લાંબી સ્લાઈસ કરેલી કોબી
-
1/2 બાઉલ લાંબી સ્લાઈસ કરેલી ડુંગળી
-
1/2 બાઉલ લાંબી સ્લાઈસ કરેલી કેપ્સીકમ
-
સ્વાદ મુજબ મીઠું
-
1 ચમચી તેલ
-
1 ચમચી ચાટ મસાલો
-
1 ચમચી આદુ મરચાની પેસ્ટ
-
1 ચમચી ગરમ મસાલો
-
1/2 ચમચી ગરમ મસાલો
-
2 .ચમચી કોનફ્લોર
-
1/4 નાની ચમચી હળદર
-
2 ચમચી મેયોનિસ
-
4 ચીઝ ની ક્યૂબ છીલને
-
જરૂર મુજબ સેજવાન સોસ
-
લોટ માટે
-
1 બાઉલ ધઉં નો લોટ
-
સ્વાદ મુજબ મીઠું
-
2 ચમચી તેલ મોણ માટે
-
1 ચમચી લસણ મરચાની પેસ્ટ્
બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલ માં.ધઉં નો લોટ લઈ તેમાં મીઠું અને લસણ મરચા ની પેસ્ટ નાખી મોણ નખી રોટલી જેવો લોટ બાંધો અને તેમાં થી પાતળી રોટી બની ને બંને બાજુ એથી કાચી પાકી સેકી લો.પછી એક કડાઈ માં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ મરચા ની પેસ્ટ નાખી તેમાં બટાકા નો માવો નાખી દો.

બટાકા નો માવો નાખી મિકસ કરી લો અને પછી તેમાં મીઠું, મરચુ,ચાટ મસાલો, ગરમ મસાલો આમચૂર પાઉડર નાખી બરાબર મિકસ કરો લો અને નીચે ઉતારી લો માવો ઠંડો થાય એટલે તેમાં કોન ફોલોર નાખી મિકસ કરી લો. એક રોટલી પર સેજવાન સોસ લગાવી લો
અને તેની ઉપર મેયોનીસ લગાવી લોઅને તેમાં બટાકા નો માવો ભરી લો। પછી તેની ઉપર કોબી, ડુંગળી, કેપ્સિકમ ની સ્લાઈસ મૂકી ઉપર છીને લી ચીઝ મૂકી રોટલી મે ત્રણેય બાજુ થી ફોલ્ડ કરી લો બને બાજુ એથી સેકી લોફરી ઉપર થી છી નેલી ચીઝ સ્પ્રેડ કરી લો અને ચીઝ વેજ ફ્રેન્કી ને કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો.
