Lifestyle/ ઘી – તેલ વગર પણ મખાના ક્રિસ્પી બનશે, આ 4 રીત અપનાવી , મખાના શેકવાની રીત જાણીએ

આજ કાલ લોકોમાં મખાના ખાવાનું ચલણ વધ્યું છે. સ્નૅક્સમાં મખાના સૌથી હૅલ્ધી વિકલ્પ  છે. જો કે આ મહદ્અંશે મખાના શેકવાની રીતો પર નિર્ભર કરે છે. અમે તમને મખાના શેકવાની 4 સરળ રીતો બતાવવા જઇ રહ્યા છીએ.

Tips & Tricks Food Trending Lifestyle

આજ કાલ લોકોમાં મખાના ખાવાનું ચલણ વધ્યું છે. સ્નૅક્સમાં મખાના સૌથી હૅલ્ધી વિકલ્પ  છે. જો કે આ મહદ્અંશે મખાના શેકવાની રીતો પર નિર્ભર કરે છે. અમે તમને મખાના શેકવાની 4 સરળ રીતો બતાવવા જઇ રહ્યા છીએ.

હૅલ્ધી સ્નૅક્સમાં મખાના સૌથી ઉપરના ક્રમે છે. બાળકોથી લઇને વયસ્કો સુધી તમામને મખાના ખૂબ પસંદ પડે છે. મખાના શેકીને સ્ટોર કરો અને પછી એને નાસ્તા તરીકે ખાઇ શકાય. શેકેલા મખાના ખાવામાં ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. વજન ઘટાડવા માટે ડાયેટીંગ કરનારા લોકો પણ ખાઇ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે મખાના ફાયદો પહોંચાડનાર સ્નૅક્સ છે. બાળકોને ટિફિનમાં મખાના આપી શકાય છે. મન્ચીંગ માટે મખાનાથી હૅલ્ધી સ્નૅક્સ અન્ય કોઇ નથી. મખાનાને શેકીને ખાવાથી તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે. આમ તો લોકો મખાનાને ઘીમાં શેકીને ખાવાનું પસંદ કરે છે. પરંતુ તમે એને ઘી-તેલ વગર પણ શેકી શકો છો. ફ્રાય થયા બાદ મખાના થોડા હૅવી થઇ જાય છે. જે લોકો વૅઇટ લૉસ ડાયટમાં મખાના સામેલ કરવા માગે છે એમણે રૉસ્ટેડ મખાના જ ખાવા જોઇએ. એવામાં અમે આપને મખાના શેકવાની 4 સરળ રીતો જણાવવા જઇ રહ્યા છીએ.

મખાના શેકવાની રીત:

  1. મીઠું નાખીને મખાનાને શેકો- મખાનાને મીઠામાં શેકવા એ સૌથી સરળ રીત છે. એનાથી મખાનામાં સ્હેજ પણ તેલ અથવા ઘી નહિ વપરાય અને એકદમ ક્રિસ્પી મખાના શેકાઇને તૈયાર થશે. એક તાવડીમાં મખાના નાખો અને એમાં થોડું મીઠું ઉમેરી દો.     હવે ધીમા તાપે મખાનાને હલાવતા હલાવતા શેકી લો. જ્યારે મખાના ક્રિસ્પી થઇ જાય ત્યારે ગૅસ બંધ કરી દો. મખાનાને ચાળી લો જેથી એમાંથી મીઠું નીકળી જાય. તૈયાર છે એકદમ ક્રિસ્પી અને સૉલ્ટેડ મખાના.
  2. માઇક્રોવૅવમાં મખાના શેકવાની રીત- અન્ય એક રીત છે મખાનાને ઘી, તેલ અને બટર વિના માઇક્રોવૅવમાં શેકવા.    આ માટે કોઇ કાચનું વાસણ અથવા માઇક્રોવૅવપ્રૂફ વાસણ લો, એમા મખાના ફેલાવીને પાથરી દો. પ્રથમ 1 મિનિટ માટે આ જ રીતે મખાનાને રૉસ્ટ કરો, પછી એક વાર ઊલટાવીને 1 મિનિટ માટે ફરીથી શેકી લો. હવે અડધી ચમચી ઘીમાં બધા મખાનાને મિક્સ કરી દો તથા મીઠું પણ નાખી દો. સ્વાદ માટે કાળા મરીનો ભૂકો છાંટી દો. થોડીક વધુ વાર મખાના શેકો અને હવે તૈયાર છે રૉસ્ટેડ મખાના.
  3. ઘીમાં મખાના શેકવાની રીત- જો તમારે મખાનાનો સ્વાદ અનેકગણો વધારવો છે અને ડાયેટિંગનું કોઇ જ ચક્કર નથી તો મખાનાને ઘીમાં ફ્રાય કરી લો. સૂકા મખાનામાં એ સ્વાદ નથી આવતો જે શેકેલાં મખાનામાં આવે છે. તમારે વધારે ઘી નાખવાની પણ જરૂર નથી. ફક્ત 2-3 ચમચી ઘીમાં જ મખાના શેકાઇ જાય છે. આવા મખાના સ્વાદિષ્ટ લાગે છે. આ માટે તાવડીમાં મખાના નાખો અને પહેલા ડ્રાય રૉસ્ટ કરી લો. જ્યારે મખાના ગરમ થઇ જાય કે તરત પીગળેલું ઘી એમની ઉપર ફરતું ફેલાવીને નાખો. આમ કરવાથી બધા જ મખાના ઉપર ઘી લાગી જશે અને મખાના સરસ રીતે શેકાઇ જશે.
  4. બટરમાં મખાના શેકવાની રીત- બટરમાં શેકેલા મખાનાનો સ્વાદ ખાવામાં અનેરો જ લાગે છે. અહીં, થોડાંક મીઠામાં મખાનાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.     સૌપ્રથમ, કોઇ એક તાવડીમાં મખાના ગરમ થાય ત્યાં સુધી શેકી લો. પછી ઉપરથી પીગળેલું માખણ અને થોડું મીઠું છાંટી દો. આમ કરવાથી મખાનાનો સ્વાદ અનેકગણો વધી જશે. આ રીતે શેકાયેલા મખાના બાળકોને ખૂબ જ પસંદ પડે છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘યે રિશ્તા…’ ફેમ હિના ખાન 11 વર્ષના અફેર બાદ હિન્દુ છોકરાને પરણી, એક્ટ્રેસ બ્રેસ્ટ કેન્સર સામે જંગ જીતી હતી

આ પણ વાંચો:ટીવી સ્ટાર હિના ખાન બ્રેસ્ટ કેન્સરથી પીડિત, અભિનેત્રીએ કહ્યું- હું ત્રીજા સ્ટેજ પર છું, સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો:યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ હિના ખાન ગંભીર બીમારીથી પીડિત, ચાહકો ચિંતિત થયા કહી આ વાત