મલયાલમ અભિનેતા અનિલ પીનું શુક્રવારે સાંજે નિધન થયું છે. આ ઘટનાને કારણે મનોરંજન ઉદ્યોગને મોટો ઝટકો લાગ્યો છે. પોલીસે કહ્યું કે અનિલ પી કેરળના ઇરનાકુલમ જિલ્લાના એક ડેમમાં સ્નાન કરી રહ્યો હતો. આ દરમિયાન ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. રિપોર્ટ અનુસાર, તેને ડેમથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તે બચી શક્યો નહતો.
કેરળના મુખ્ય પ્રધાન પિનારાય વિજયએ અનિલ પીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “તે એક અભિનેતા હતો જેમણે તેમના યાદગાર કામ દ્વારા ફિલ્મ ઉદ્યોગ પર ઉંડી છાપ ઉભી કરી છે.” તેમના પાત્રોનું ચિત્રણ દર્શકોના દિલમાં ઉંડે સ્પર્શી ગયું છે. આ રીતે અનિલની વિદાય થવી મલયાલમ ફિલ્મ ઉદ્યોગ માટે સૌથી મોટું નુકસાન છે. હું પરિવાર અને મિત્રો પ્રત્યે દુ:ખ વ્યક્ત કરું છું. ”
આપને જણાવી દઈએ કે અય્યપન્નુમ કોશિયુમ ફિલ્મમાં અનિલ પીના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મના નિર્દેશક કે.આર. સચ્ચિદાનંદનું મોત આ વર્ષે જૂનમાં થયું હતું. કેઆર સચ્ચિદાનંદના અવસાન પછી, અનિલ પીએ એક પોસ્ટ પર લખ્યું હતું કે તેઓ ફેસબુક કવર પર કે.આર સાથેનો ફોટો ક્યારેય નહીં હટાવે, પણ હવે તે પણ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
